મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 36.2 બિલિયન ડોલરનો વધારો 

Views 57

એલન મસ્કની કુલ સંપત્તિ વધીને289 બિલિયન ડોલર પહોંચી ગઈ

ટેસ્લા કારના ઉત્પાદક એલન મસ્ક ફરી એક વખત સંપત્તિ મામલે ચર્ચામાં આવ્યા છે.

રેન્ટલ કાર કંપની હટ્ર્ઝ દ્વારા ટેસ્લાને 1 લાખ કારનો ઓર્ડર અપાવાની સાથે જ ટેસ્લાના શેરના મૂલ્યમાં તોતિંગ વધારો થયો હતો. આ સાથે જ એલન મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 36.2 બિલિયન ડોલર વધી ગઈ હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે મસ્કની સંપત્તિમાં થયેલો વધારો અત્યાર સુધીનો એક દિવસનો ઐતિહાસિક વધારો છે. આ સાથે ટેસ્લાના 23 ટકા શેર ધરાવતા મસ્કની નેટવર્થ 289 બિલિયન ડોલર પહોંચી ગઈ છે. હટ્ર્ઝના ઓર્ડર બાદ ટેસ્લાના શેરના મૂલ્યમાં 14.9 ટકાનો વધારો થયો હતો જેને પગલે કંપનીના શેર 1,045 ડોલર પહોંચી ગયા હતા. આ પહેલાં ગત વર્ષે આવો જ એક રેકોર્ડ નોંધાયો હતો. ચીનના પેકેજ ડ્રિન્કિંગ વોટરનો બિઝનેસ કરતા ઉદ્યોગપતિ ઝોંગ શેનશેનની સંપત્તિ 32 અબજ ડોલર વધી હતી.  
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે એલન મસ્કની કુલ આવકમાંથી બે તૃતિયાંશ ભાગ ટેસ્લા કંપનીમાંથી આવે છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ પ્રમાણે હાલમાં મસ્ક નેટવર્થ મામલે જેફ બેજોસ કરતાં ઘણા આગળ નીકળી રહ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલો પ્રમાણે બેજોસની સંપત્તિ 193 બિલિયન ડોલર છે જ્યારે મસ્કની નેટવર્થ 289 બિલિયન ડોલર થઈ ગઈ છે.
ટ્રિલિયન ડોલર ક્લબમાં પહેલી કાર મેકર કંપની 
મહત્ત્વની વાત એ છે કે, ટેસ્લાના શેરમાં ઉછાળાની સાથે જ કંપની ટ્રિલિયન ડોલર ક્લબમાં પહોંચી ગઈ છે. હાલમાં એપલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ અને આલ્ફાબેટ આ ક્લબમાં છે. બીજી નવાઈની વાત એ છે કે, ફેસબૂક જેવી જાયન્ટ સોશિયલ મીડિયા કંપની પણ આ ક્લબમાં સ્થાન ધરાવતી નથી. હાલમાં ફેસબૂકની નેટવર્થ 926 બિલિયન ડોલર છે. આ યાદીમાં ટેસ્લા એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક સાથે પહોંચી ગઈ છે. જાણકારોના મતે મસ્કની સંપત્તિ જે રીતે વધી રહી છે તે જોતાં આગામી સમયમાં તેઓ સૌથી પહેલાં ટ્રિલિયોનેર પણ બની શકે છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *