વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માગ વાર્ષિક ધોરણે 47 ટકા ઊછળી 139.1 ટન પર જોવા મળી, મૂલ્યની રીતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડની
માગ 37 ટકા ઊછળી રૂ. 59,330 કરોડ પર જોવા મળી : અગાઉ સપ્ટેમ્બર 2019 ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ 123.9 ટન પર નોંધાઈ હતી.
કેલેન્ડર 2021ના ત્રીજા ક્વાર્ટરમાં સોનાની માગ વાર્ષિક ધોરણે 7 ટકા ઘટી 831 ટન પર જોવા મળી છે.
ભારતમાં સોનાની માગમાં તીવ્ર રિકવરી જોવા મળી છે અને તે કોવિડ મહામારી અગાઉના સ્તરે પરત ફ્રી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું છે. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ વાર્ષિક ધોરણે 47 ટકા ઊછળી 139.1 ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 94.6 ટન પર હતી. જ્યારે કોવિડ અગાઉ સપ્ટેમ્બર 2019 ક્વાર્ટરમાં તે 123.9 ટન પર જોવા મળી હતી. આમ માગ ફ્રી કોવિડ અગાઉના સ્તરને પાર કરી ગઈ છે. જો મૂલ્યની રીતે વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડની માગ 37 ટકા ઊછળી રૂ. 59,330 કરોડ પર જોવા મળી હતી.
ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ જુલાઈ–સપ્ટેમ્બર 2021 દરમિયાન જ્વેલરીની માગ વાર્ષિક ધોરણે 58 ટકા ઊછળી 96.2 ટન પર રહી હતી. ઊંચી માગ વૃદ્ધિ પાછળ અગાઉ મોકૂફ્ રાખેલી ખરીદી ઉપરાંત આર્થિક રિકવરી અને સામાજિક પ્રસંગ નિમિત્તે કરવામાં આવેલી ખરીદી હતું. ગોલ્ડ બાર અને કોઈન ઈન્વેસ્ટમેન્ટની માગ પણ વાર્ષિક ધોરણે 27 ટકા ઊછળી 43 ટકા પર જોવા મળી હતી. જો પ્રાદેશિક દેખાવની વાત કરીએ તો ઉત્તર ભારતે દક્ષિણ ભારત કરતાં સારો દેખાવ દર્શાવ્યો હતો. આ માટે દક્ષિણમાં મહત્ત્વના ખરીદદાર એવા કેરળમાં કોવિડના ઊંચા પ્રમાણમાં કેસિસ કારણભૂત બન્યાં હતાં. જેને કારણે જ્વેલર્સે કામગીરી બંધ રાખવી પડી હતી. સામાન્યરીતે સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસા તથા શ્રાાદ્ધ જેવી ઘટનાઓને કારણે સોનાની માગ ઓછી જોવા મળતી હોય છે.
કાઉન્સિલના ભારત સ્થિત સીઈઓ સોમસુંદરમ પીઆરના જણાવ્યા મુજબ ગોલ્ડની માગ વધવા પાછળ ઊંચા વેક્સિનેશનન પાછળ મહામારી પર મેળવવામાં આવેલો અંકુશ અને તેને કારણે આર્થિક કામગીરીમાં જોવા મળેલું મજબૂત બાઉન્સ કારણભૂત છે. એક અન્ય કારણ દેશમાં ફ્ુગાવામાં તીવ્ર વૃદ્ધિ પણ છે. જેને કારણે હેજ તરીકે ગોલ્ડની ખરીદી વધી છે. ઈન્ફ્લેશનમાં એક ટકા વૃદ્ધિ સાથે ગોલ્ડની માગમાં 2.6 ટકાનો ઉછાળો જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ગોલ્ડના ભાવમાં એક ટકાના ઘટાડા સાથે પણ માગમાં 1.2 ટકાનો સુધારો જોવા મળે છે.
વૈશ્વિક સ્તરે જોકે ઈટીએફ્સમાં આઉટફ્લોને પગલે સોનાની સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાની માગ 7 ટકા ઘટી હતી. જ્યારે ત્રિમાસિક ધોરણે 13 ટકાનો ઘટાડો દર્શાવતી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે ગોલ્ડ ઈટીએફ્સમાં ચોખ્ખું વેચાણ 27 ટન નીચું રહ્યું હતું. ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કેલેન્ડર 2021ના ત્રીજા ક્વાર્ટરમાં સોનાની માગ વાર્ષિક ધોરણે 7 ટકા ઘટી 831 ટન પર જોવા મળી છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોનાની માગ ઘટવાનું મુખ્ય કારણ ગોલ્ડ આધારિત એક્સ્ચેન્જ ટ્રેડેડ ફ્ંડ્સ(ઈટીએફ્સ)માં જોવા મળેલો આઉટફ્લો છે. જોકે ગોલ્ડ ઈટીએફ્સનું કુલ હોલ્ડિંગ્સ 3592 ટનના ઊંચા સ્તરે જોવા મળ્યું હતું. અન્ય ક્ષેત્રોમાં માંગમાં વધારો થયો છે, પણ વાર્ષિક ધોરણે સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. ગ્રાહકોની સોનાની ખરીદી વાર્ષિક ધોરણે 33 ટકા વધીને 443 ટન થઈ હતી. આ દરમિયાન રિટેલ રોકાણકારો દ્વારા ફિઝિકલ સોનું એટલે કે, લગડી અને સિક્કામાં ઘણી ખરીદી કરી છે, વાર્ષિક સતત પાંચમા વર્ષે તેમાં સુધારો જોવા મળ્યો છે, ત્રીજા ત્રિમાસિકગાળામાં આ ખરીદી 262 ટને પહોંચી હતી. ટેકનોલોજીમાં સોનાનો વપરાશ વાર્ષિક ધોરણે 9 ટકા વધ્યો છે અને સેન્ટ્રલ બેંકોએ તેમની રિઝર્વમાં 69 ટનનો ઉમેરો કર્યો છે.
વૈશ્વિક બજારમાં સોનાની સરેરાશ કિંમત 1790 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસે પહોંચી છે, ડોલરની રીતે 2020ના ત્રીજા ક્વાર્ટરમાં જોવા મળતી ટોચ પરથી તે ઘણી નીચી જોવા મળી હતી પરંતુ તેના 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષની સરેરાશ કરતાં ઊંચી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સિનિયમ માર્કેટ એનાલિસ્ટ્સ લૂઈસ સ્ટ્રીટના જણાવ્યા મુજબ ગોલ્ડ ઈટીએફ્સમાં જોવા મળેલો સાધારણ આઉટફ્લોએને કારણે સમગ્ર વર્ષના આંકડાઓ પર થોડી અસર જોવા મળી હતી. અન્યથા આ આંકડાઓ પોઝિટિવ જ હતાં. તેમના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલા રોકાણકારોએ મહામારીના સમયે હેજિંગ માટે સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું. જેનો ગોલ્ડ ઈટીએફ્સને સૌથી વધુ લાભ મળ્યો હતો. તેની પાછળ જ 2020ના પ્રથમ ત્રિમાસિકગાળામાં 1000 ટનનો ઉમેરો જોવા મળ્યો હતો.
HBN TV NEWS
