આર્યન ખાનને જામીન મળતા જ ભાઈ પર પ્રેમ વરસાવતી જોવા મળી સુહાના 

Views 127

બોમ્બે હાઈકોર્ટે આપ્યા આર્યન ખાનને જામીન

બહેન સુહાનાએ વરસાવ્યો ભાઈ પર પ્રેમ

સોશિયલ મીડિયા પર શેર કર્યો વર્ષો જૂનો ફોટો

ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ શાહરૂખ ખાનના પુત્ર આર્યનની જામીન અરજીને બોમ્બે હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. આર્યન ખાનની જામીન અરજી પર ગુરુવારે હાઈકોર્ટમાં ત્રીજા દિવસે સુનાવણી થઈ, જ્યાં કોર્ટે આર્યન ખાનની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટના આ નિર્ણય પર બોલિવૂડ સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આર્યન ખાનની રિલીઝ પર, તેની બહેન સુહાના ખાને એક પોસ્ટ શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સુહાના ખાને આ તસવીર સાથે ક્યૂટ કેપ્શન આપ્યું છે, જેમાં તેણે વ્યક્ત કર્યું છે કે તે તેના પિતા અને ભાઈને ખૂબ પ્રેમ કરે છે. સુહાનાએ તસવીર સાથે લખ્યું, ‘આઈ લવ યુ.’ શાહરૂખ ખાન સાથે આર્યન અને સુહાનાની આ તસવીર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટ શુક્રવારે તેનો વિગતવાર આદેશ આપશે. તેમજ કોર્ટના આદેશની નકલ મળ્યા બાદ જ આ તમામ જેલમાંથી બહાર આવશે.

શેર કરી બાળપણની તસવીરો
સુહાના ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કોલાજ શેર કર્યો છે, જે તેની બાળપણની તસવીરોથી બનેલો છે. આ કોલાજની બધી જ તસવીરો એક જ સમયની છે, જેમાં સુહાના અને આર્યન તેમના પિતા શાહરૂખ ખાન સાથે રમતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન સુહાના અને આર્યન કેમેરા સામે વિચિત્ર એક્સપ્રેશન આપી રહ્યા છે. સાથે જ શાહરૂખ ખાન પણ પોતાના બાળકો સાથે ખુશ છે.

HBN TV NEWS

 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *