ફેસ્ટિવ સેલના પ્રથમ ચાર દિવસોમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે 2.7 અબજ ડોલરનું વેચાણ કર્યું.

Views 166

સેલ પૂરું થતાં સુધીમાં 4.8 અબજ ડોલરના વેચાણનો ટાર્ગેટ હાંસલ થવાની શક્યતા.
રેડસિઅર કન્સલ્ટિંગે 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધીના ચાર દિવસોમાં વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના વેચાણના સર્વેમાં જણાવ્યું.

ચાલુ વર્ષે  સિઝનના પ્રથમ ચાર દિવસોનું વેચાણ સમગ્ર વીકના અંદાજનો 57 ટકા હિસ્સો ધરાવે છે.

E-commerce firms clock $2.7 bn in sales in first four days of festive sale

દેશમાં અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે ફસ્ટિવલ સિઝનના તેમના પ્રથમ રાઉન્ડના સેલના પ્રથમ ચાર દિવસોમાં 2.7 અબજ ડોલરના મૂલ્યનું વેચાણ નોંધાવ્યું હોવાનું જાણવા મળે છે. રેડસિઅર કન્સલ્ટિંગે 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધીના ચાર દિવસોમાં વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના વેચાણના સર્વેમાં જણાવ્યું હતું કે, તેમણે સોશિયલ કોમર્સ અને ગ્રોસરી સહિત 2.7 અબજ ડોલરનું વેચાણ કર્યું છે અને તેઓ 4.8 અબજ ડોલરના ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યૂ(જીએમવી)નું વેચાણ હાંસલ કરવા તરફ્ આગળ વધી રહ્યાં છે.

તેણે નોંધ્યું છે કે ચાલુ વર્ષે  સિઝનના પ્રથમ ચાર દિવસોનું વેચાણ સમગ્ર વીકના અંદાજનો 57 ટકા હિસ્સો ધરાવે છે. 2020માં પ્રથમ ચાર દિવસોનું વેચાણ સમગ્ર વીકના વેચાણના 63 ટકા પર જોવા મળતું હતું. સ્માર્ટફોન્સનું વેચાણ ફ્સ્ટિવ સિઝનના પ્રથમ ચાર દિવસોના વેચાણની જીએમવીના લગભગ 50 ટકા જેટલું થવા જાય છે. રિસર્ચ કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ફ્ેસ્ટિવ સેલ્સ ગયા વર્ષ કરતાં લાંબુ ચાલવાના છે. ગયા વર્ષે સાત દિવસોની સરખામણીમાં ચાલુ વર્ષે તે 9 દિવસ માટે ચાલુ રહેશે. તેને કારણે ગ્રાહકોને ખરીદી માટે ઉતાવળ નથી અને તેઓ દરેક દિવસે લગભગ સમાન કદની ખરીદી દર્શાવી રહ્યાં છે. બાકીના પાંચ દિવસોમાં 2.1 અબજ ડોલરનું વેચાણ થવાની અપેક્ષા છે.
અગાઉ રેડસિઅરે જણાવ્યું હતું કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ફ્સ્ટિવ સિઝનમાં 9 અબજ ડોલર જીએમવીનું વેચાણનું નોંધાવશે. જે ગયા વર્ષની સરખામણીમાં 23 ટકા જેટલું ઊંચું હશે. તેના અંદાજ પ્રમાણે 75 ટકા શોપર્સ ગયા વર્ષ જેટલું જ અથવા તો તેના કરતાં વધુ ખરીદીનું આયોજન કરી રહ્યાં છે. જેમાં મોબાઇલ્સ, લાર્જ એપ્લાયન્સિઝ, બ્યુટી અને ફ્ેશનનો સમાવેશ થાય છે. બીજી બાજુ સેલર્સનું સેન્ટિમેન્ટ પણ એટલું જ આશાવાદી હતું. પ્લેટફોર્મ્સ પરના મોટાભાગના સેલર્સ 10-30 ટકા વેચાણનું આયોજન કરી રહ્યાં હતાં. તેમનું ટાર્ગેટ ઊંચું વેચાણ હાંસલ કરવાનો હતો. ઈ-કોમર્સ અને સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ્સ પરના સેલર્સ આગામી તહેવારોની સિઝનને લઈને ઊંચા વોલ્યુમ હાંસલ કરવા માટે સાનુકૂળ સ્થિતિ જોઈ રહ્યાં છે. બંને અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ફ્લિપકાર્ટ અને એમેઝોને ટાયર-2 અને ટાયર-3 શહેરોમાંથી ફ્સ્ટિવ વેચાણને લઈને મજબૂત મોમેન્ટમ નોંધાવ્યું છે. ફ્લિપકાર્ટે અગાઉ જણાવ્યું હતું કે તેના ફ્લિપકાર્ટ પ્લસ લોયલ્ટી પ્રોગ્રામે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 40 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે 45 ટકા ગ્રાહક માગ બીજી અને ત્રીજી હરોળના શહેરોમાંથી જોવા મળી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *