પાટણ જીલ્લાના વનરક્ષક તથા વનપાલશ્રીઓ રજા ઉપર ઉતરતા કામો અટવાયા

Views 252


ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખશ્રી પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા વનરક્ષક/વનપાલના ગ્રેડ પે તેમજ રજા પગાર તેમજ તાજેતરમાં પોલિસના કર્મચારીઓને આપવામાં આવેલ લાભો જેવા લાભો વન વિભાગના કર્મચારીઓને આપવા તેમજ ભરતી અને વધતીનો રેશિયો 1:3 કરવા જેવી માંગણીઓ સરકારશ્રીને છેલ્લા 2 વર્ષથી કરતા આવ્યાં છીએ છતા સરકારના પેટનુ પાણી પણ હલતુ નથી ત્યારે આજે ન છુટકે ગુજરાત રાજ્યના તમામ વનરક્ષક/વનપાલ અચોકકસ મુદ્દતની રજા ઉપર તા 6/9/2022 થી ઉતરી ગયેલ છે. જેને આજે ચોથો દિવસ થવા આવવા છતા કોઈ નિરાકરણ આવેલ નથી.

સમગ્ર ગુજરાતને સમર્થન આપવા પાટણ જિલ્લાના બધાજ વનરક્ષક/વનપાલ પણ રજા ઉપર ઉતરી ગયેલ છે જેના કારણે સમગ્ર જિલ્લાના જંગલો/ વનીકરણ કરેલ પ્લાન સ્ટેશન/વન્ય જીવો/ રોપ ઉછેરની કામગીરી વગેરે એકદમ રેઢા થઈ ગયા છે. ત્યારે જિલ્લામાં ખાસ કરીને સિડ્યુલ 1ના પ્રાણીઓ જેવા ઘુડખર,ચિન્કરા,મોરના શિકારના પ્રશ્નો બનવા પામે તો કોઈ નવાઈ નથી, તેમજ પાટણ જિલ્લાના જંગલોના વિસ્તારમાં ખનિજ રહેલું છે તે સાચવવાની જવાબદારીઓ કોણ લેશે? તેમજ હાલ ચોમાસાનો સમય હોય પ્લાન સ્ટેશનમાં ચરિયાણ થશે તો કોણ જવાબદારી લેશે? તેમજ જંગલોમાં ઝાડ કટિંગના તેમજ ગેર કાયદેસર ખેડાણના પ્રશ્ર્નો ઉપસ્થિત થશે તેમજ આવી તો અનેક સમસ્યાઓ વન કર્મચારીઓના રજા ઉપર જવાથી થવા પામશે. કૂવામાં નિલગાય પડી જશે કે કેનાલ માં ચિન્કારા કે નીલગાય પડી જશે તો તેનો જવાબદાર કોણ…? તો પાટણ જીલ્લાનો અમુક વિસ્તાર બનાસકાંઠાની સરહદે આવેલો છે તો ત્યાં કોઈક વાર દીપડો પણ જોવા મળે છે અને જો દીપડા દ્વારા માનવજાતને નુક્શાન પહોચાડશે તો તેનો જવાબદાર કોણ…..? તેમજ કોઈના ઘરે સાપ કે અજગર નીકળે કે વાંદરો ક્યાંય અકમાસ્તમાં ઇજાગ્રસ્ત થાય તો પણ વન વિભાગના આ સૈનિકો તાત્કાલિક પહોચી અને રેસ્કયું કરે છે. પરંતુ હાલ વન વિભાગના કર્મચારીઓ રજા પર છે તો આ સાપ અને અજગર તેમજ વાંદરાઓને કોણ સાચવશે…? આવા તો અનેક પ્રશ્ર્નો સરકાર સામે ઉપસ્થિત થઈ રહ્યા છે.

વન વિભાગના કર્મચારીઓ 24×7 ડ્યુટી બજાવે છે. તેમ છતાં તેમને પોલિસની જેમ રજા પગાર પણ નથી આપવામા આવતો તો સરકાર વન વિભાગના કર્મચારીઓના મુદ્દાનુ વહેલી તકે સમાધાન રૂપી રસ્તો કાઢે અને કર્મચારીઓની માંગણીઓને ન્યાય અપાવે તો વન્ય જીવોને શિકારીઓની નજરમાંથી બચાવી શકાય અને ગુજરાત સરકારની ખુલ્લી સંપતિ એવી વન સંપદા અને વન્ય પ્રાણીઓની રક્ષા કરતા જાંબાઝ સૈનિકોને ન્યાય આપવા ગુજરાત સરકાર આગળ આવે અને આ બાબતે ન્યાય અપાવે… તેમજ હાલ જ મળતા સમાચાર મુજબ ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી દ્વારા ગુજરાત ના દરેક સ્ટાફ કે જે રજા ઉપર ગયેલ છે તેની રજા મંજૂર નહીં કરતા કપાત રજા અથવા બિન પગારી કરવાનો હુકમ કરેલ છે તેમજ જે પણ કર્મચારી રજા ઉપર છે તેવા તમામ સ્ટાફને પોતાની પાસે રહેલ સરકારી દફતર અને સરકારી વાહનો જમા કરાવવા હૂકમ કરેલ છે… આવો હૂકમ થતા કર્મચારીઓ વધુ ઉગ્ર થવાની સંભાવનાઓ રહેલી છે. અને વધારે ઉગ્ર થશે તેવુ લાગે છે .

રિપોર્ટર – મોતીભાઈ રબારી

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *