ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ સારી કામગીરી કરનાર જિલ્લાના ચૂંટણી અધિકારીઓને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે .જેમાં પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીની સુંદર કામગીરી કરવામાં આવતા તેમને એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે .
પાટણ જિલ્લામાં વર્ષ 2022 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માં સમગ્ર ચૂંટણી સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવતા આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી . ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ 2023 ના દિવસે બેસ્ટ ઇલેક્ટ્રોરલ પ્રેક્ટિસ એવોર્ડ 2022 થી વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને તેમની સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં પાટણ જિલ્લા કલેકટર અને વિધાનસભા ચૂંટણીના જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સુંદર કામગીરી કરવા બદલ સુપ્રીતસિંગ ગુલાટીને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે .