કાલોલ ની પલાસા પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર વર્ષ થી ફરજ બજાવતા પીંગળી ગામ ના વતની હમીરસિંહ રાયસિંહ સોલંકી જેઓ એક ઉત્તમ શિક્ષક તરીકે ઘોઘબા અને કાલોલ ની શાળા માં સતત શિક્ષણ કાર્ય કરી બાળદેવો ને જ્ઞાન થી સમૃદ્ધ કર્યા એજ એમનો સાચો વિદાય વેળા કહેવાય. આ પ્રસંગે શાળા ના આચાર્ય ચિરાગભાઈ તથા તેમના શિક્ષક સ્ટાફે પુસ્તક ભેટ આપી તથા સાલ થી સન્માન કર્યું હતું.આ નિમિત્તે તેમના ધર્મ પત્ની સુશીલાબેન સહિત સમસ્ત પરીવાર હાજર રહ્યા હતા વધું માં સાહિત્યકાર ,કવિ, લેખક વિજય વણકરે તેમજ યુવા કાર્યકર સંજય જાદવે સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.આ બાબતે હર્ષ નાં આસું તો લાગણી નું પોત સમસ્ત સ્ટાફે વ્યકત કર્યું હતું. કોરોના મહામારી ને ધ્યાન માં રાખી ,સોસીયલ ડિસ્ટંનસ ને કેન્દ્ર માં રાખી કાર્યક્રમ પુર્ણ જાહેર કર્યો હતો.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર
પલાસા પ્રાથમિક શાળા ખાતે વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો.
Views 54