દિવાળી નજીક આવતાં જિલ્લા પુરવઠા અધિકારીએ મીઠાઈ-ફરસાણ ના ઉત્પાદકો સાથે બેઠક યોજી

Views 54

એક બાજુ કોરોનાને સામે આપનો દેશ લડી રહયો છે અને બીજી બાજુ એકપછી એક તહેવારો પણ આવતાં હોય છે.ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા પણ તેનું ઘ્યાન રાખવામાં આવતું હોય છે.હાલ હમણાં જ નવરાત્રિ પૂર્ણ થઈ અને દશેરા પણ ગયાં. ત્યારે નજીકના દિવસોમાં દિવાળી નો સૌથી મોટો તહેવાર આવતો હોય છે.અને આવા તહેવારો માં મોટા પાયે લોકો મીઠાઈ અને ફરસાણ ખરીદતાં હોય છે ત્યારે દિવાળીને ધ્યાનમાં રાખીને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા મિઠાઈ-ફરસાણના ઉત્પાદનકારો અને વિક્રેતાઓ સાથે જિલ્લા સેવાસદન, ગોધરા પંચમહાલ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.બી. રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં ગોધરા સહિત જિલ્લાના મિઠાઈ-ફરસાણના ઉત્પાદકો અને વેચાણકારો સામેલ થયા હતા. બેઠકમાં તહેવારો દરમિયાન જરૂરતમંદોને મિઠાઈ-ફરસાણ યોગ્ય દરો પર મળી રહે તે માટે જનતા મિઠાઈ પ્રતિ કિલોના રૂ. ૪૦૦/-ના દરે અને જનતા ફરસાણ પ્રતિ કિલો રૂ. ૨૨૦/-ના દરે મળી રહે તેમ વેચાણ કરવા નક્કી કરાયું હતું. વિક્રેતાઓએ જણાવ્યું હતું કે તેઓ અગિયારસથી દરેક સ્થળે તેનું વેચાણ શરૂ કરાશે. આ ઉપરાંત, નવા નિયમો અનુસાર દરેક મિઠાઈ પર તેની એક્સપાયરી ડેટની વિગતો લખેલી હોય તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *