પંચમહાલ હાલોલ ના મોટીઉભરવણ ગામે ચોકડી ઉપર ખુલ્લામાં જુગાર રમતા ૪૨૧૦ /-રૂપિયાના મુદ્દામાલ સાથે સાત ઇસમો ની અટકાયત કરતી પાવાગઢ પોલીસ.
પ્રાપ્ત માહિતી મુજબ પાવાગઢ પોલીસ શિવરાજપુર ઓ.પી ખાતે હાજર હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે મોટી ઉભરવન ગામે ચોકડી ઉપર સ્ટ્રીટલાઇટના અજવાળે ખુલ્લામાં કેટલાક ઇસમો પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી મળેલ બાતમીના આધારે શિવરાજપુરા આઉટ પો.સ્ટે બે પંચોના માણસો બોલાવી બાતમી હકીકત વાકેફ કરી પંચો સાથે ખાનગી વાહનમાં બેસી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા રૂપિયા ૪૨૧૦ /- ના મુદ્દામાલ સાથે ૭ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી જેના નામ નીચે મુજબ છે.
1. સુરેશભાઈ ચંદુભાઈ પરમાર રહે. રયણ મુવાડા તા. ઘોઘંબા
2. રમણભાઈ વિછીયા ભાઈ રાઠવા રહે . આમલી વાળુ ફળીયુ ગામ મોટી ઉભરવન તા .હાલોલ
3. પર્વતભાઈ ઉફે બકાભાઇ શંકરભાઈ રાઠવા રહે મોટી ઉભરવણ તા. હાલોલ
4. વિમલભાઈ ગોરખ ભાઈ નાયક રહે વિરાપુરા નંદપુરા ફળિયુ તા. ઘોઘંબા.
5. રીમાભાઇ નજરુ ભાઈ રાઠવા રહે વિરાપુરા તા. ઘોઘંબા
6. રાજેશભાઈ રમેશભાઈ નાયક રહે વિરાપુરા તા ઘોઘંબા
7. દિનેશભાઈ રમણભાઈ રાઠવા રહે પુજારા ફળિયું ગામ વેદ હાલોલ.
પાવાગઢ પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ હાલોલ ના મોટીઉભરવણ ગામે ચોકડી ઉપર ખુલ્લામાં જુગાર રમતા ૪૨૧૦ /-રૂપિયાના મુદ્દામાલ સાથે સાત ઇસમો ની અટકાયત કરતી પાવાગઢ પોલીસ.
Views 89