પંચમહાલ:-કાલોલ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતી નંબર પ્લેટ વગરની KTM કંપનીની મોટરસાઈકલ ની અટકાયત કરી
પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ પોલિસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એમ.જી.એસ ગરનાળા પાસે વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન ગોધરા રોડ તરફથી એક KTM
કંપનીની નંબર પ્લેટ વગરની મોટર સાઇકલ ઉપર બે ઈસમો વચ્ચે થેલો મૂકી આવતાં હતાં,ચેકીંગ માં ઉભેલ સ્ટાફને તેમની ઉપર શક જતાં તેને ઉભા રાખતાં તે ભાગવા લાગ્યાં હતાં અને પોલિસે પોતાના ખાનગી વાહનથી ફિલ્મી ઢબે તેમનો પીછો કર્યો હતો અને તે બાઈક ચાલકોએ કાલોલ થી દેલોલ નજીક ફૂટેવાડ ગામ સુધી ભગાવી ફૂટેવાડ ગામમાં એક ઘર નજીક મોટરસાઈકલ ઉભી કરી રાત્રી નો લાભ લઈ ભાગી ગયેલ અને પોલીસે તે KTM કંપનીની મોટરસાઈકલ જેની કિંમત રૂ.૩૫૦૦૦/-અને દારૂની બોટલની કિંમત ૪૮૪૦/- કુલ મળી રૂ.૩૯,૮૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને ઈસમો સામે પ્રોહી એક્ટ કલમ-૬૫(એ)(એ)૯૮,૮૧ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.તથા મોટરસાઈકલ ના આગળના ખાનામાં તપાસ કરતાં એક આધાર કાર્ડની ઝેરોક્ષ મળી હતી જે,દેલોલ લીમડી ફળિયાના સુનિલકુમાર મહેન્દ્રસિંહ રાઠોડ ની હોવાની જાણવા મળ્યું હતું.આ મોટર સાઇકલ ના એન્જીન નંબર અને ચેસીશ નંબર ના આધારે બન્ને ઈસમો કોણ હતાં અને ક્યાં ગયાં તેની આગળની કાર્યવાહી કાલોલ પોલીસ દ્વારા ચાલુ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ
પંચમહાલ:-કાલોલ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતી નંબર પ્લેટ વગરની KTM કંપનીની મોટરસાઈકલ ની અટકાયત કરી
Views 76