પંચમહાલ:-યુરિયા ખાતરના ભાવ બમણાં લેતા ખેડૂતો લુટાયા કાલોલ મામલતદાર ને રજુઆત કરવામાં આવી
કાલોલ નગરમાં હજુ તો કાલોલ કોગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો પાસે ખાતરના વધારે ભાવ લેવાના મુદ્દે આવેદનપત્ર આપવાના ચોવીસ કલાક પણ નથી થયા ત્યારે કાલોલ બસસ્ટેન્ડ ની બાજુમાં આવેલ રામદેવ ખાતર ડેપોમાં યુરિયા ખાતર ના ભાવ વધુ વસુલ કરતા ગ્રાહકો દ્વારા હોબાળો મચ્યો જવાનો કિસ્સો સામે આવ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ ખાતરની જરૂર હોવાથી મોટી શામળદેવી ના ખેડૂતપુત્ર જયેશભાઈ મયજીભાઈ પરમાર પાસેથી યુરિયા ખાતરની એક થેલીના તેમણી પાસે 330/- રૂપિયા વસુલવામાં આવ્યાં જયારે તેમનાં દ્વારા બિલ માંગવામાં આવતાં તેમાં 270/- લખ્યા હતા,જયેશભાઈ દ્ધારા પૂછતાં એવું કહેવામાં આવ્યું કે એક દવાની બોટલ ફ્રી મળશે ત્યારે જયેશભાઈ એ કહ્યું કે મારે દવાની બોટલ નહિ જોઈતી ત્યારે દુકાનદાર દ્ધારા બિલ પણ નહીં મળે અને ખાતર પણ નહીં એવી દાદાગીરી કરવામાં આવી.એક ખાતરની થેલી સાથે એક દવાની બોટલ ફરજિયાત લેવી પડશે તેવું દુકાનદાર દ્વારા કહેવામાં આવ્યું. અને કોઈ પણ ગ્રાહક બિલ માંગે તેને ખાતર આપતાં ન હતાં તેવું જાણવા મળ્યું હતું.આમ આવી કોરોના મહામારીના લોકડાઉનમાં પણ દુકાનદારો દ્વારા જગતનો તાત કહેવાતા ખેડૂત પાસે બમણાં ભાવ વસુલવામાં આવે છે જ્યારે પ્રાપ્ત માહિતી મુજબ સરકારી સઘનો જે ડેપો હોય છે ત્યા પણ આવું કરવામાં નહિ આવતું ત્યારે આવા પ્રાઇવેટ ખાતર ના ડેપો ના મલિકો દ્ધારા બમણાં ભાવ વસુલતા હોવાનું જાણવા મળ્યું હતું.એ બાબતને લઈને ફરી એકવાર આજે મોટી શામળદેવી જયેશભાઈ મયજીભાઈ પરમાર અને અન્ય ખેડૂતો ભેગા મળી આજરોજ કાલોલ મામલતદાર કચેરીએ લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું તો હવે આવા કોરોના મહામારીમાં ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે કાલોલ મામલતદાર દ્ધારા કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે કે પછી નહિ.જો આવા દુકાનદાર સામે યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો એવું સમજવામાં આવશે કે આવા અધિકારીઓની પણ મિલીભગત હોઈ શકે અથવા તો એમને પહેલી થી જ આવું ખબર હોય છે.આ બાબતે નાયબ મામલતદાર કાલોલ દ્વારા કવોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ગોધરા ને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું અને બપોર સુધી રાહ જોતા તે અધિકારી ઓ પણ કોરોનાનું બહાનું કાઢીને છટકબારી શોધી લીધી હતી.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-યુરિયા ખાતરના ભાવ બમણાં લેતા ખેડૂતો લુટાયા કાલોલ મામલતદાર ને રજુઆત કરવામાં આવી
Views 133