પંચમહાલ:-ગુજરાત રાજ્ય કૃષિ,પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ કાલોલ ના મલાવ મુકામે યોજાયો

Views 68

પંચમહાલ:-ગુજરાત રાજ્ય કૃષિ,પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ કાલોલ ના મલાવ મુકામે યોજાયો
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ દેશમાં પહેલી વાર અમલમાં મુકનાર આપણી રાજ્ય સરકાર છે.આત્મા પ્રોજેક્ટ ની વિવિધ ખેતી આધારીત કામગીરીને લઈને ગુજરાત રાજ્યમાં પંચમહાલ નો બીજો નંબર આવેલો છે.
ચાર અક્ષરનો શબ્દ ગુજરાત આજે વિકાસ નો પર્યાય બની ગયો છે.-શ્રી જયદ્રથસિંહ પરમાર
ગઈ કાલે સવારે પંચમહાલ ના શહેરા ત્યારબાદ સાંજે કાલોલ ના મલાવ ગામે કૃપાલું મંદિરના સાન્નિધ્યમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ઉપસ્થિત મહેમાનોના શાબ્દિક સ્વાગત બાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા તુલસીના છોળ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાવણી થી લઈને વેચાણ સુધી સરકાર ખેડૂતો ના પડખે ઉભી રહે છે -શ્રી જયદ્રથસિંહ પરમાર
પ્રગતિશીલ ખેડૂતોને શાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતું.તેમાં કાલોલ ના નેસડા ગામના ખેડૂત અજીતસિંહ નું પણ મગની ખેતીને લઈને સન્માન કરવામાં આવ્યું હતું.
બે દાયકા પહેલાં ગુજરાત ના ખેડૂતો સોળ ટકાના દરે પાક ધિરાણ લઈ વ્યાજ ચૂકવતાં ત્રાહિમામ પોકારતા હતાં,તે આજે ખેડૂત હિતલક્ષી ભાજપ સરકારે ખેડૂતો ને જીરો ટકાના દરે પાક ધિરાણ આપવાનો ક્રાતિકારી નિર્ણય કર્યો જેને પરિણામે આજે રાજ્યના કિશાનો નું આર્થિક સશકિતકરણ થયું છે. -શ્રી જયદ્રથ સિંહ પરમાર
આજે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કાળજીઓ સાથે યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે જગતના તાત એવા કિસાનોના હિતાર્થે સરકાર દ્વારા વાવણીથી માંડીને વેચાણ સુધીની પ્રક્રિયાના વિવિધ સ્તરે મદદરૂપ થવા કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ જ દિશામાં વધુ એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, માવઠા જેવા કુદરતી પરિબળોથી ખેતીને થતા નુકસાન સામે ધરતીપુત્રોને સુરક્ષિત કરવાના હેતુથી કોઈ પણ પ્રીમિયમ ભર્યા વગર ગુજરાતના તમામ વિસ્તારના ખેડૂતોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખુલ્લી મુકવામાં આવી છે.કુદરતી પ્રકોપ સામે ખેડૂતોને રક્ષા કવચ પૂરું પાડતી આ યોજના મારફતે ગુજરાતે સમગ્ર દેશમાં ખેડૂત કલ્યાણનો માર્ગ ઉપડ્યો છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ આ યોજનાનો લાભ ડાયરેકટ ખેડૂતના બેન્ક ખાતામાં ટ્રાન્સફર પદ્ધતિથી આપવાનો હોવાથી લાભાર્થીઓ સુધી સંપૂર્ણ સહાય પહોચશે તેવું જણાવ્યું હતું. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતભાઈઓની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા અને એ માટે ખેડૂતમિત્રોને ખેતીના દરેક તબક્કે મજબૂત ટેકો પૂરો પાડવા ગુજરાત સરકાર સતત શ્રેણીબદ્ધ પગલા લઈ રહી છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ કૃષિકારો માટેની વિવિધ સહાય યોજનાઓ, રોકડ સહાય, સાધન સહાય, કૃષિક્ષેત્રે રાજ્યે કરેલી પ્રગતિનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલ સિંહ જાદવ, જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ ,પૂર્વ સાંસદ શ્રી પી.પી ચૌહાણ અને કાલોલ ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કરતા આ યોજનાને ખેતીને વ્યવસાયની દ્રષ્ટિએ વધુ સલામત બનાવતી ગણાવી વધુમાં વધુ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ ઉઠાવવા અપીલ કરી હતી.
તે અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવાની પ્રક્રિયા, સાધનિક કાગળો, ખેતીમાં નવીન પ્રવાહો, પ્રાકૃતિક ખેતી-સજીવ ખેતી, ખેતી અને પશુપાલન પ્રવૃત્તિમાં નડતી સમસ્યાઓ સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીશ્રીઓ- અગ્રણીઓ, સંયુકત ખેતીવાડી નિયામકશ્રી (વડોદરા), ખેતીવાડી અધિકારીશ્રી જે.ડી.ચારેલ, નાયબ ખેતી નિયામકશ્રી ડી.એચ. રબારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરસશ્રી એ.આઈ. પઠાણ સહિતના અધિકારીઓ,વિવિધ તાલુકામાં થી આવેલ લાગતા વળગતા અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાના દરેક ખેડૂત ને મળે તેથી આ કામ ને લાગતા વળગતા તાલુકા ના અધિકારીઓ અને ગ્રામપંચાયત ઉપરના વી સી ઓપરેટરો દ્વારા પુરેપરો સહકાર આપવા જણાવ્યું હતું.
વર્ષ ૧૯૯૫-૯૬ માં કુલ કૃષિ ઉત્પાદન તેર હજાર ચારસો એકાણું કરોડ હતું તે આજે વધીને એકલાખ સિત્તેર કરોડ ઉપર પહોંચ્યું છે.ઉત્પાદનમાં બાર ઘણો વધારો થયો છે.બે અઢી દાયકા પહેલાં ખેડૂતો ના નામે વાતો કરીને વોટબેન્કની રાજનીતિ રમાતી હતી અને ખેડૂત રાતાં પાણીયે રડતો હતો. નેવુંના દસકામાં પાંત્રીસ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈની સવલત હતી.તે આજે વધીને ૭૫ લાખ હેકટર ઉપરાંત વિસ્તારમાં સિંચાઈની સગવડ મળી રહે છે.પાક વિમાને લઈને વીમા કંપનીઓ વળતર ના સમયે છટકબારી શોધે છે. બે અઢી દાયકા પેહલા કોંગ્રેસ શાસન વખત જયારે પાક નિષ્ફળ વિમાને લઈને રજૂઆત કરવા ગાંધીનગર જાય ત્યારે ખેડૂતો ની છાતીમાં ગોળીઓ પણ ચલાવવામાં આવતી હતી ,ત્યારે પણ આ ભાજપની સરકાર ગરીબોને પડખે ઉભી રહે છે.કાયમી નિરાકરણ લાવતી સરકાર છે.ખાલી વાતો કરીને વોટ પાછળ દોડનાર આ ભાજપની સરકાર નથી.અત્યાર સુધી કોઈ સરકારે આ ખેડૂતોની ચિંતા નહોતી કરી આ સરકારે ચિંતા કરી અને તેનું કાયમી નિરાકરણ લાવી એટલે કે યોજનાનો સીધો લાભ લાભાર્થીના બેન્ક ખાતામાં જાય અને મોબાઈલ માં તરત જ મેસેજ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી જેથી કરીને વચેટિયાઓ કોઈ વચ્ચે ના આવે. -શ્રી જયદ્રથ સિંહ પરમાર
રિપોર્ટર:-ભાવિન ભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *