પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઈને તહેવારોની જાહેર ઉજવણી, શોભાયાત્રા-વિસર્જન યાત્રાની મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

Views 63

 
પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઈને તહેવારોની જાહેર ઉજવણી, શોભાયાત્રા-વિસર્જન યાત્રાની મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
ઉત્સવોની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં
લોકો એકત્રિત થઈ શકે તેવી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે 
ગોધરા, માહિતી બ્યુરોઃ નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ધાર્મિક સ્થળો તેમજ પૂજાસ્થાનકો બાબતમાં કેન્દ્ર સરકાર દ્વારા તા. ૦૪/૦૬/૨૦૨૦થી લાગુ કરાયેલ એસઓપી અનુસારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત પર્યુષણ-સંવત્સરી, ગણેશ મહોત્સવ, રામદેવપીરના નોરતા, મહોરમ જેવા તહેવારોની જાહેરમાં ઉજવણી કરવા તેમજ આ તહેવારો અંતર્ગત શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, જુલુસ, વિસર્જન યાત્રા/સરઘસ જેવી પ્રવૃતિઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલ હોય તેવી પ્રવૃતિઓ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમની અમલવારી તા. ૧૦/૦૯/૨૦૨૦ સુધી કરવાની રહેશે તેમજ તે પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમને તેમજ હોમગાર્ડ સહિતની કાયદેસરની ફરજ અથવા કામગીરીમાં રોકાયેલ અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સીને અપવાદરૂપ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૫૧ થી ૫૮ અને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અનુસાર શિક્ષાને પાત્ર થશે.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *