પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસે છેલ્લા આઠ મહિનાથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને પકડી પાડ્યો. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ ગુમ તેમજ અપહરણના ગુન્હામાં ભોગ બનનાર તેમજ આરોપીઓ શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ છે એના આધારે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.લીના પાટીલ સાહેબ પંચમહાલ ગોધરાની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.એ.રાઠોડ સાહેબ હાલોલ વિભાગ હાલોલ નાઓના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.એલ.ડામોર નાઓએ કાલોલ પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવીને અપહરણ / ગુમના શોધમાં હતા. તે દરમ્યાનમાં હ્યુમન ઇન્ટેલીજન્શથી માહિતી મળેલ કે કાલોલ પો.સ્ટે . ફર્સ્ટ ગુ.ર.નં. ૧૦૧ / ર ૦૧૯ ના ગુન્હાનો આરોપી – જીતેન્દ્રભાઈ ઉર્ફે ટીનો લક્ષ્મણભાઈ પર્વતભાઈ રાઠોડનો ઝાંઝડ , શિનોર જી . વડોદરા ખાતે જોવા મળેલ હોવાની બાતમી મળેલ જે આધારે સદર જગ્યાએ પો.સ.ઇ. કે.એચ , કારેણા સાથે ટીમ મોકલી તપાસ કરાવતા આરોપી મળી આવેલ અને તેને ભોગબનનાર બાબતે પુછપરછ કરતા હું કડીયા કામ કરૂ છું . અને ત્યાં ઝુપડુ બાંધીને અમો રહીએ છીએ.ભોગબનનાર હાલ ત્યાંજ છે તેવું જણાવતા સદર જગ્યાએ જઈ તપાસ કરતા ભોગ બનનાર મળી આવતા પો.સ્ટે . લાવી સદર ગુન્હાની તપાસ સર્કલ પોલીસ ઈન્સપેક્ટરશ્રી હાલોલ નાઓને જાણ કરી નામદાર કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ કોવીંડ -૧૯ કોરોના ટેસ્ટ માટે કોવિડ કેરમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસે છેલ્લા આઠ મહિનાથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને પકડી પાડ્યો.
Views 56