પંચમહાલ – ગોધરા SOG પોલીસે પીસ્ટલ -૧ તથા કાર્ટીસ નંગ – ર સાથે એક ઇસમને ગોધરા શહેરમાંથી ઝડપી પાડયો

Views 58

પંચમહાલ – ગોધરા SOG પોલીસે પીસ્ટલ -૧ તથા કાર્ટીસ નંગ – ર સાથે એક ઇસમને ગોધરા શહેરમાંથી ઝડપી પાડયો.
પંચમહાલ ગોધરા રૅન્જ ગોધરા , નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ . લીના પાટીલ સાહેબ નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.જાડેજા એસ.ઓ.જી. શાખા ગોધરા નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે સાહીદઅલી ઉર્ફે સોહેલ તુરાબઅલી સૈયદ રહે.ખાડી ફળીયા સાંઇબાબા મંદીરની પાસે , ગોધરા નાનો દેશી હાથ બનાવટની પિસ્ટલ લઇને છકડાવાડ કબ્રસ્તાન રોડ ઉપર , ગોધરા ખાતે વેચવા ફરે છે .જેથી તે અંગે કાયદેસર કરવાનું હોય છે પંચોના માણસો બોલાવી તેઓને માહીતથી વાકેફ કરી પંચો તથા પોલીસ માણસો સાથે સરકારી વાહનમાં જઈ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમી મુજબનો એક ઇસમ નજરે પડતા તેને કોર્ડન કરી પકડી પાડેલ અને તેની અંગ ઝડતી કરતાં તેના જીન્સ પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટીની પીસ્ટલ તથા જીવતા કારતુસ નંગ -૨ મળી આવેલ અને તેનું નામઠામ પુછતા સાહીદઅલી ઉર્ફે સોહેલ તુરાબઅલી સૈયદ રહે.ખાડી ફળીયા , સાંઇબાબા મંદીરની પાસે , ગોધરા જી.પંચમહાલ નો હોવાનું જણાવેલ અને સદર પીસ્ટલ તથા કારતુસ પોતાના કબજામાં રાખવા બદલ કોઇ આધાર પુરાવો કે લાઈસન્સ માંગતા નહીં હોવાનું જણાવેલ , જેથી દેશી હાથ બનાવટની પીસ્ટલ અને જીવતા કારતુસ કયાંથી લાવેલ છે જે સંબધે પંચો રૂબરૂ પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી . આમ પોતાના કબજામાં ગેરકાયદેસર પીસ્ટલ જેની કિ.રૂ .૨૦,૦૦૦ / – તથા કાર્ટીસ નંગ -૨ કિ.રૂા .૨૦૦ / – મળી કુલ કિ.રૂા .૨૦,૨૦૦ / – ના મુબ્દામાલ સાથે સાહીદઅલી ઉર્ફે સોહેલ તુરાબઅલી સૈયદ રહે.ખાડી ફળીયા સાંઇબાબા મંદીરની પાસે ગોધરા જી.પંચમહાલ નાની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે .
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *