દિવ્યાંકાને ટક્કર આપી અર્જુન બિજલાની બન્યો ખતરો કે ખિલાડી 11નો વિજેતા, ટ્રોફી અને કાર સાથે પૈસાનો વરસાદ 

Views 62

ખતરોં કે ખિલાડી 11 ના વિજેતા અર્જુન બિજલાની
દિવ્યાંકા ત્રિપાઠીને ટક્કર આપી જીતી ટ્રોફી અને કાર

               રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11 ને તેનો વિજેતા મળ્યો છે અને તેની જાહેરાત પણ કરવામાં આવી છે. દરેક લોકોને પાછળ છોડીને અભિનેતા અર્જુન બિજલાની રોહિત શેટ્ટીના શોની આ સિઝનમાં વિજેતા બન્યા છે. ખતરોં કે ખિલાડી સિઝન 11 જીતવાની સાથે, અર્જુન બિજલાની ટ્રોફી અને નવી કાર તેમજ ઇનામમાં મોટી રકમ મળી છે.KKK 11: Arjun Bijlani or Divyanka Tripathi – who performed the grand finale  stunt better? Vote now
                   દિવ્યાંકા ત્રિપાઠી અર્જુન બિજલાનીને ટક્કર આપવા માટે છેલ્લે સુધી રહી અને ખતરોં કે ખિલાડી 11 ની પ્રથમ રનર અપ બની. દિવ્યાંકા લાસ્ટ ટાસ્ક પુરો કરવામાં 20 સેકન્ડના સમયના અંતરમાં અર્જુનથી હારી ગઇ. સ્ટંટ બેસ્ડ રિયાલીટી શોમાં અર્જુન અને દિવ્યાંકા સિવાય શ્વેતા તિવારી, રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને વરુણ સુદ ફાઇનલિસ્ટ હતા.Khatron Ke Khiladi 11 Grand Finale : दिव्यांका को हराते हुए अर्जुन बिजलानी  बने विनर, विशाल आदित्य सिंह ने अबोर्ट किया टास्क | Khatron ke khiladi  season 11 beating magarrani divyanka ...
               અગાઉ, અભિનેતાએ કહ્યું હતું કે આ વખતે ખતરોં કે ખિલાડી કોરોના વાયરસને કારણે તદ્દન અલગ દેખાઈ રહી છે. તેમણે કહ્યું – ‘આ વર્ષે તે જીતવા કે હારવાની વાત નથી. તે આપણી ઇચ્છાશક્તિને ઉંચી રાખવા અને આગળ વધવા માટે વધુ છે. મને ખાતરી છે કે આ વર્ષે શોમાં ભાગ લેનાર દરેક સ્પર્ધક વિજેતા છે કારણ કે આ પહેલા જેવી પરિસ્થિતિ નથી.
               અર્જુન આગળ કહે છે- ‘આ સમયે, પોતાને ડાર્ક ઝોન અને નકારાત્મકતામાંથી બહાર લાવવાની ઉર્જા વખાણ કરવા લાયક છે.’ શૂટ સિવાય અર્જુને હોસ્પિટલમાં એક એવી સંસ્થાને મદદ કરે છે જે દેશભરની હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે બેડ શોધવામાં મદદ કરે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *