દિવાળી ની આગથી બની મોટી દુર્ઘટના : ડભોડામાં ઘાસ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા મચેલી અફરાતફરી

Views 58

ગોડાઉનમાં ફટાકડાના કારણે એકાએક આગ ભભૂકી ઊઠી હતી

ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડભોડાના દાદુનગરમાં સુકો ઘાસચારો ભરેલા ગોડાઉનમાં ફટાકડાથી આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. - Divya Bhaskar
ડભોડાના દાદુનગરમાં સુકો ઘાસચારો ભરેલા ગોડાઉનમાં ફટાકડાથી આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.

ડભોડાના દાદુનગરમા રોડ ઉપર આવેલા એક ઘાસ ભરેલા ગોડાઉનમા ફટાકડાથી આગ ભભુકી ઉઠી હતી. જેને લઇને અફરા તફરી મચી ગઇ હતી. આગમા સમગ્ર ઘાસચારો બળીને રાખ થઇ ગયો હતો. આ બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામા આવતા ટીમે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગાંધીનગરના ડભોડામા આવેલા દાદુનગરમા એક ફાર્મ હાઉસ પાસે આવેલા ગણપતભાઇ ગાંડાભાઇ પટેલના ગોડાઉનમા પશુઓ માટે સુકો ઘાસચારો જેમા જારના પુરા, ઘઉની પરાળ, ડાગરના પુરા અને બાજરીના પુરા ભરવામા આવ્યા હતા.

તે સમયે આસપાસમાંથી ફટાકડાનો તણખો ઉડીને ઘાસમાં પડતા એકા એક આગ ભભુકી ઉઠી હતી. સુકો ઘાસચારો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઇ રહી હતી.જેને લઇને આ બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામા આવતા ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ બનાવમાં અંદાજિત 5 લાખ રૂપિયાનુ નુકશાન થયુ હોવાનુ ગોડાઉન માલિકે જણાવ્યુ હતુ. ઉલ્લેખનિય છેકે, ગ્રામ્ય વિસ્તારમા ખુલ્લા મેદાનમા ઘાસ ભરવામા આવતુ હોવાથી દિવાળીના સમયે ફટાકડાના કારણે આગના બનાવ સામે આવતા હોય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *