દાગીનાની ચોરી:દાંતા તાલુકાના વસી ગામમાં ચોરોએ ચાર ઘરોમાં હાથ સાફ કર્યો, સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

Views 184

દાગીનાની ચોરી:દાંતા તાલુકાના વસી ગામમાં ચોરોએ ચાર ઘરોમાં હાથ સાફ કર્યો, સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર 

      દાંતા નજીક આવેલાં વસી ગામે તસ્કરો ત્રાટકયા અને ચાર ઘરોના તાળા તોડી મોડી રાત્રે ચોરી કરી રફ્ફુ ચક્કર થઈ ગયા. મોડી રાત્રે દાંતા તાલુકાના વસી ગામે ચાર ઘરોના તાળા તોડયા અને ઘરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર મળતી માહિતી મુજબ અંદાજે એક લાખ 50 હજાર રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે.

     દાંતા તાલુકાના વસી ગામે ચોરો ચોરી કરી દુર ખેતરમાં ખુલ્લી પેટીઓ મૂકી તસ્કરો ફરાર થયા હતા. મોડી રાત્રે થયેલી ચોરીની વારદાતની જાણ થતા દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો દુર ખેતરમાં ખુલ્લી પેટીઓ મૂકી તસ્કરો ફરાર થઈ ગયા છે.

દાંતા પી.એસ.આઇ. યાદવ દ્વારા જણાવવા માં આવ્યું છે કે, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહુચી બનાવની જગ્યાની તપાસ કરી છે. વધુ આવેલી અરજીના આધારે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. ચોરીની બનેલી આ ઘટનામાં અંદાજીત એક લાખ પચાસ હજાર રૂપિયાની ચોરી થયેલ હોવાનું સામે આવ્યું છે.

                                                                                                                                                                                                      અહેવાલ – સમા સંદામ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *