ભારતે અભ્યાસ મેચમાં હાલની વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું
ભારતે ઓસ્ટ્રેલિયાને પણ 8 વિકેટથી કચડી નાંખ્યું
ટીમ ઇન્ડિયાના સૌથી મોટા આલોચકોમાંથી એક માઇકલ વૉન કોહલી એન્ડ કંપનીના ફેન બની ગયા

યજમાન ટીમ ઇન્ડિયા એ ટી-20 વર્લ્ડ કપ-2021ની ચેમ્પિયન બનવા માટે દાવેદારી નોંધાવી દીધી છે. તેણે અભ્યાસ મેચમાં હાલની વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું તો ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી કચડી નાંખ્યું. આ બંને ધાંસૂ જીત બાદ ટીમ ઇન્ડિયાના સૌથી મોટા આલોચકોમાંથી એક માઇકલ વૉન પણ કોહલી એન્ડ કંપનીના ફેન બની ગયા. તેમણે મેચ બાદ ટ્વીટ કરતાં કહ્યું હતું કે હવે ભારત ટી-20 વર્લ્ડ કપ-2021ની સૌથી પસંદગીની ટીમ હોઇ શકે છે.
તેમણે વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમના વખાણ કરતાં ટ્વીટ કરી. આપને જણાવી દઇએ કે આની પહેલાં તેમણે ચેમ્પિયન બનવા માટે ફેવરિટસમાં ભારતના સામેલ થવા પર હેરાની વ્યકત કરી હતી. તેમણે પોતાની ઇંગ્લેન્ડ ટીમને સપોર્ટ કર્યો હતો. જ્યારે ભારત માટે પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝને ખતરો ગણાવ્યો હતો.
મેચની વાત કરીએ તો રોહિત શર્માએ અડધી સદીથી ભારતને આઇસીસી ટી20 વર્લ્ડ કપની પોતાની બીજી અભ્યાસ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને સતત બીજી જીત નોંધાવી. ભારતે પહેલી અભ્યાસ મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના 153 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં આઉટ થતાં પહેલાં રોહિત શર્મા એ 41 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 60 રન કર્યા હતા.