પોરબંદરમાં પગમાં ચીપ સાથે બે કબૂતર પકડાયા
સુભાષનગર મરીન પોલીસને સમુદ્રમાંથી મળ્યાં કબૂતર
તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ
પોરબંદરમાં આજ રોજ પગમાં માઇક્રોચીપ લગાડેલા બે કબૂતર મળી આવ્યા છે. આ કબૂતરના પગમાં માઇક્રોચીપ લગાડી વિદેશીઓ દ્વારા જાસુસી કરવામાં આવ્યાની આશંકાને પગલે સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોરબંદરનાના સુભાષનગર મરીન પોલીસને સમુદ્રમાંથી કબૂતર મળી આવ્યા છે. માછીમારો દરીયામાં માછલી પકડવા ગયા હતા ત્યારે બોટમાંથી બે કબૂતર મળી આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર પોલીસને બે શંકાસ્પદ કબુતરો આવ્યા છે. સુભાષનગર હારબર મરીન પોલીસને સમુદ્રમાંથી બે શંકાસ્પદ કબુતરો આવ્યાની માછીમારોએ જાણ કરી હતી. જેથી જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને તપાસ કરતા બંને કબૂતરોના પગમાં એક નાનકડી ચીપ મળી આવી હતી. હાલમાં પોલીસે કબુતરોને લઈ તપાસનો ધમધામટ શરૂ કર્યો છે અને આ મામલે ફોરેસ્ટ, એફ.એસ.એલ, વાયરલેસ, બી.ડી.ડી.એસ વેટરનરી ડોક્ટરો જોઈન્ટ ઇન્ટરોગેશન કરી રહ્યા છે. સાથે જ હાલમાં તમામ સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ ગઇ છે.
જણાવી દઇએ કે, અગાઉ પણ પાકિસ્તાન તરફથી દરિયાઇ વિસ્તારોમાં માઇક્રો ચીપ ડિવાઇસ સાથેના કબૂતરો મળી આવ્યા હતા. કેટલાક કેસમાં કબૂતરોના પગમાં રીંગ પર વિદેશી ભાષામાં કંઇક લખેલું હોવાનું ફણ સામે આવ્યું હતું. ત્યાં જ આ પ્રકારના કબૂતરોના પગમાં લગાવેલી રિંગ કે ચિપની વધુ તપાસ ગાંધીનગર FSLને મોકલી આપવામાં આવે છે.