ચણિયાચોળીને સ્થાને ધોતી અને કેડિયાનો ક્રેઝ; કોરોનાને લીધે ડ્રેસ ભાડે લેવાથી ડર

Views 140

આ વર્ષે અર્વાચીન રાસને બદલે પ્રાચીન ગરબીઓ રમઝટ જમાવશે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણની ભીતિએ અર્વાચીન રાસ પર રોક લગાવી પ્રાચીન ગરબીઓ યોજવા જ છૂટ આપી છે, ત્યારે તેની અસર બજારમાં થતી ખરીદી પર પણ જોવા મળી છે. યુવતીઓમાં ચણિયાચોડીના સ્થાને ધોતી – કેળીયાનો ક્રેઝ વધ્યો છે જ્યારે યુવકો પણ કેળીયુ અને કુર્તો વધુ પહેરે છે. જેની કોરોના ચેપના ડરે જૂજ લોકો ડ્રેસ ભાડે લઇ રહ્યા છે. 
20 વર્ષથી ચણિયાચોડી મેન્યુફ્ેક્ચરિંગ કરતા અજીત ચૌધરી જણાવે છે કે, નવરાત્રીમાં રાજકોટ અને અમદાવાદમાં જ મોટાભાગે ચણિયાચોળી બને છે. જેમાં બોર્ન બેબીથી એડલ્ટ સુધીના નવરાત્રી ડ્રેસ રાખીએ છીએ. ગુરુવારથી માતાજીના નોરતા શરુ થઇ રહ્યા છે. જેને લઇ અઠવાડિયાથી બજારમાં ખરીદીનો માહોલ છે.
આ વખતે અર્વાચીન રાસ બંધ હોવાથી મોટી સાઈઝનો સ્ટોક પડયો રહ્યો છે અને નાની સાઈઝનો ક્રેઝ છે. જેમાં ગર્લ્સ માટેના ડ્રેસની રૃ.300 થી રૃ.1500 અને બોયઝમાં રૃ.300 થી રૃ.1000 સુધીની કિંમત છે. આ વખતે કોરોનાને હિસાબે ખરીદી ઘટી છે, પરંતુ સરકારે પ્રાચીન ગરબીઓ પણ થવા દીધી તેના આભારી છીએ કે જેથી અમે વ્યાપાર કરી શકીએ છીએ.
નવરાત્રીમાં ચણીયાચોડીના હબ રાજકોટમાં લાખાજીરાજ રોડ સહીતની બજારોમાં વેપાર રૃ.40 કરોડ રહે છે. જોકે આ વર્ષે તે ઘટીને રૃ.20 કરોડ જેટલું થઇ ગયું છે. અહીંથી ઓસ્ટ્રેલીયા, યુ.કે., યુ.એસ.એ., દુબઈમાંરહેતા ગુજરાતી પરિવારો ચણીયાચોડી લઇ જાય છે પરંતુ તેઓના ઓર્ડર પણ ઘટયા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *