તારીખ ૨૩ ઓગષ્ટ ૨૦૧૯
ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ૩૧ ઓગષ્ટ સુધી રજિસ્ટ્રેશન કરી શકશે
મહેસાણા
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુભ ૨૦૧૯નું આયોજન કરાયું છે.જેમાં ઓનલાઇન
રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૩૧ ઓગષ્ટ ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે.જે ખેલ મહાકુંભમાં ભાગ
લેનાર ખેલાડીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન www.khelmahakumbh.org ઉપર કરી શકાશે. આ
ઉપરાંત મોબાઇલ એપ્લીકેશનથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે તે અંગેની વધુ વિગત માટે
૦૨૭૬૨-૨૨૨૬૦૨ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી મહેસાણાની
અખબારી યાદીમાં જણાવાયું છે.
ખેલ મહાકુંભ-૨૦૧૯
Views 68