ખેતરમાંં પાર્ક થયેલી ટ્કમાંથી ૧૪ લાખના દારૂના પાઉચ મળી આવ્યા

Views 78

અસલાલી પોલીસ ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસ પહોંચે તે પહેલા બુટલેગર ટ્રક મુકીને નાસી ગયા આશંકાઃ નવા વર્ષની ઉજવણી માટે મોકલાયાની શક્યતા

અમદાવાદ અસલાલી પોલીસે શનિવારે બપોરના સમયે ખુલ્લા ખેતરમાંથી એક ટ્રકમાંથી રૂપિયા ૧૪.૩૨ લાખની કિંમતના વિદેશી દારૂના પાઉચનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જો કે ટ્રક ચાલક કે અન્ય કોઇ વ્યક્તિ મળી આવી નહોતી. પોલીસને આશંકા છે કે રાજસ્થાનથી દારૂ ભરેલો ટ્રક લાવીને ખાલી કરવાની કામગીરી કરવાની હતી. પરંતુ, પોલીસ સ્ટાફ પહોંચી જતા ટ્રક ડઇવર ફરાર થઇ ગયાની શક્યતા છે. અસલાલી પોલીસને બાતમી મળી હતી કે અસલાલીમાં આકૃતિ રૉ હાઉસ પાસેના ખેતરમાં એક ટ્રકમાંથી મોટાપાયે દારૂની કંટીગ કરવામાં આવનાર છે. જેના આધારે શનિવારે પોલીસે તપાસ કરતા એક ટ્રક મળી આવી હતી. જેમાં  કોઇ ડ્રાઇવર કે ક્લીનર નહોતા જોવા મળ્યા છે. જેથી પોલીસે થોડા સમય માટે ખાનગીમાં વોચ ગોઠવી હતી. પણ લાંબા સમય સુધી કોઇ ન આવતા પોલીસે ટ્રકમાં તપાસ કરી હતી. કલરના બોક્સની નીચે દારૂના વિવિધ બ્રાંડના પાઉચ ભરેલા બોક્સ મળી આવ્યા હતા.  જેમાં રૂપિયા ૧૪.૩૨ લાખની કિંમતના દારૂના પાઉચ હતા.  અસલાલી પોલીસે આ અંગે ગુનોે નોંધીને  કુલ ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂના પાઉચ જપ્ત કરવાનો આ સૌથો મોટો કેસ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *