ઓખાના દરિયામાંથી 300 કરોડનું 40 કિલો હેરોઈન ઝડપાયું,10 પાકિસ્તાનીઓની ધરપકડ

Views 53

પાકિસ્તાનની અલસોહેલી બોટમાંથી પિસ્ટલ અને કારતૂસ પણ ઝડપાયા હોવાની વિગતો સામે આવી

ATS અને કોસ્ટગાર્ડને ફરી એકવાર ડ્રગ્સની ઘૂષણખોરી રોકવામાં સફળતા

ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે  40 કિલો હેરોઈન અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતનો દરિયાકાંઠે ડ્રગ્સ પકડાવવાનો સીલસીલો ચાલુ જ રહ્યો છે. દ્વારકાના દરિયામાંથી આશરે 300 કરોડની કિંમતના નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ વખતે પણ હથિયારો અને હેરોઈનની હેરાફેરીને રોકવામાં સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ પુછપરછ શરૂ કરાઈ છે. તેમની પાસેથી પિસ્ટલ કારતૂસ મળ્યા હોવાની પણ વિગતો મળી છે.

 માહિતી પ્રમાણે ઉચ્ચ કક્ષાના અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો એકઠી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *