ખેડૂતો આકરા પાણીએ:મહેસાણા ONGCમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ પુનાસણ CTF ખાતે હોબાળો મચાવતા પોલીસ દોડતી થઇ
* ONGCમાં હંગામી ધોરણે ખેડૂતોના પુત્રોને નોકરીઓ અપાઈ હતી * યુવકોને નોકરીમાંથી કાઢી મુકવાના ઇરાદે ત્રાસ અપાતો હોવાના આક્ષેપ
મહેસાણા જિલ્લામાં આવેલા ONGCના તેલકુવા સહિતના એકમો માટે મૂલ્યવાન ખેતીલાયક જમીન આપનાર ખેડૂતોના હિતને નુકશાન પહોંચાડવા મામલે અનેક રજૂઆત બાદ સંતોષકારક ઉકેલન આવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહેસાણા તાલુકાના પુનાસણ ગામની સીમમાં આવેલી ONGCના CTF ન સામે અસરગ્રસ્ત ખેડૂતોને ઘટતી કાર્યવાહી ઇન્ચાર્જ અધિકારીઓને ઘટતી કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.
*નોકરી કરતા ખેડૂતોના યુવાનોને અધિકારી હેરાન કરતા હોવાની રાવ
મહેસાણા ONGC એસેટ્સમાં સમાવિષ્ટ તેલકુવા સહિતના વપરાશ માટે વર્ષો અગાઉ સ્થાનિક ખેડૂતોએ પોતાની મૂલ્યવાન ખેતીલાયક જમીન આપી હતી. જેમાં જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારના સભ્યને સિક્યુરિટી તરીકે હંગામી નોકરી આપવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણય અંતર્ગત ખેડૂતોના પુત્રોને ONGCના વિવિધ કાર્યક્ષેત્રમાં નિમણૂક આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનું હીત ન સચવાય તે હેતુથી તેમના પુત્રોને નોકરીમાંથી કાઢી મુકવાના ઇરાદે ત્રાસ આપાઈ રહ્યો છે.
*હેરાન કરનાર કર્મચારીઓની બદલીઓ કરવા ઉગ્ર રજૂઆત
આ મામલે ખેડૂતોના હિતમાં ગુજરાત રાજ્ય જમીન ગુમાવનારા મંડળે માનસીક ત્રાસ ગુજારનાર મહેસાણા ONGCના સિક્યુરિટી ઓફિસર જાયદીપસિંહ ઝાલા અને સુપરવાઇઝર બાબુભાઇ પ્રજાપતિ ન જિલ્લા બહાર બદલી સાથે છેક દિલ્હી તેમજ કલેક્ટર સુધી ઉગ્ર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા જેણે લઇ ખેડૂતો, મહિલાઓ અને કેટલાક વ્રુધો CTFના ગેટ પાસે વિરોધ દર્શાવ્યો હતો, તેમજ આવનારા સમયમાં ગાંધીચીંધ્ય માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અહેવાલ – ગાયત્રીબેન ઝાલા