અસલી બોટલમાં નકલી દારૂ:અમદાવાદના સેટેલાઈટમાં મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, એકની ધરપકડ

Views 132

 

અસલી બોટલમાં નકલી દારૂ:અમદાવાદના સેટેલાઈટમાં મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, એકની ધરપકડ

* પોલીસે કુણાલ મચ્છર નામના આરોપીને ઝડપી પાડ્યો

     ગુજરાતમાં દારૂબંધીની વાત હવે નવી નથી. રાજ્યમાં હવે મોંઘી બ્રાન્ડના દારૂનું વેચાણ પણ વધી રહ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં સ્કોચ,વોડકા જેવી બ્રાન્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે બુટલેગરો કેમિકલ મિક્સ કરીને સ્કોચ જેવી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતાં. શહેરના માણેકબાગ વિસ્તારમાં એક ફ્લેટમાં બનાવટી દારૂ બનાવામાં આવતો હતો. જેના પર PCBએ રેડ કરીને ડુપ્લિકેટ દારૂનું રેકેટ ઝડપી પાડ્યું છે.

* માણેકબાગ પાસેના એપાર્ટમેન્ટમાં દારૂ બનાવાતો
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બ્લેક લેબલ, ટીચર્સ, હાઈલેન્ડર, અબસુલેટલ, વોડકા કે પછી કોઈ પણ પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ મળી જતો હતો. માણેકબાગ વિસ્તારમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભેજાબાજ બુટલેગરો ભેગા મળીને સસ્તા દારૂમાં કેમિકલ, કલર અને અન્ય નશીલી ચીજો ભેળવીને સ્કોચની બોટલમાં ગણતરીની મિનીટોમાં સીલ પેક કરીને ગ્રાહકને ડિલિવરી આપતાં હતાં. ગ્રાહકે ભલે મોંઘો વિદેશી દારૂ આ વિસ્તારમાંથી મંગાવ્યો હોય પણ તેમાં હલકી ગુણવત્તાનો 200 રૂપિયા વાળો જ દારૂ હોય.

હલકી ગુણવત્તાનો દારૂ ભરીને સીલ પેક કરી ગ્રાહકોને ડીલિવરી થતી હતી
                                       હલકી ગુણવત્તાનો દારૂ ભરીને સીલ પેક કરી ગ્રાહકોને ડીલિવરી થતી હતી

*પોલીસે એકની ધરપકડ કરી બે વોન્ટેડ
અમદાવાદ PCBએ માણેકબાગ પાસે આવેલા અભિલાસ એપાર્ટમેન્ટના S2 ફ્લેટમાં રેડ કરી હતી. PCBને મળેલી બાતમી પ્રમાણે ત્યાં દારૂનો જથ્થો હતો. રેડ દરમિયાન પોલીસ ફ્લેટમાં ગઈ ત્યારે ફ્લેટમાં અંદરનો નજારો કંઈક જુદો જ હતો. આ ફ્લેટમાં દારૂનું રીતસર બનાવટી ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે આ જગ્યાએથી કુણાલ મચ્છરની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે જોડાયેલા અભિષેક મોદી અને ધર્મેશ કાચો વોન્ટેડ છે.

*દારૂ બનાવવાની ચીજવસ્તુઓ મળી આવી
અહીં આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલ ,પ્રીમિયમ બ્રાન્ડના સ્ટીકર ,તેમજ ડુપ્લીકેટ દારૂ બનાવવા તેમાં મિક્સ કરવા અને રી પેકેજીંગ કરવાની વસ્તુઓ મળી આવી હતી. આ બધાનો ઉપયોગ બનાવટી દારૂ બનાવવા માટે થતો હતો. હાલ PCBએ પકડાયેલા આરોપી પાસેથી કેટલો દારૂ અત્યાર સુધી વેચ્યો તેની મોડ્સ ઓપરેન્ડી શુ હતી અને તેના ગ્રાહક કોણ હતા તે જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                અહેવાલ – સુરેશકુમાર પાંડે                                                                                                                                                                                                                                   વિજયસિંહ દરબાર 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *