પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામના રહીશ સ્વ. જગદીશચંદ્ર ઉપાધ્યાય ની સ્થાવર મિલકતોની જે તે સમયે થયેલ વહેચણી અને વેચણી આધારિત કરાર તથા સંખ્યાબંધ સોગંદનામાં કર્યા બાદ મિલકતની વહેંચણી મુજબ ના પેઢીનામા બનાવવાનું નક્કી કરાયા બાદ સંપૂર્ણપણે સભાન અવસ્થામાં મિલકતોની વેચણી ના કરાર માં સહી કરી આપનાર સુશીલાબેન જગદીશચંદ્ર ઉપાધ્યાય તેમજ તેમની દીકરી મંદાકિની બેન દ્વારા એક મિલકતનું કરોડો રૂપિયામાં રેલ્વે માં સંપાદન થવાથી આ મિલકતો ઉપર કાયમી ડોળો નાખનાર વરણામા ના સ્થાનિક ઈસમના ઈશારે પોતે કરેલા સમાધાન કરાર તેમજ સોગંદનામા ને ફેરવી તોળીને પાટા ફેર રજૂઆતો કરી સુશીલાબેન તેમજ મંદાકિની દ્વારા સૌપ્રથમ જિલ્લા કક્ષાએ જમીન સંપાદન અધિકારી ડેપ્યુટી કલેકટર અને કલેકટર ત્યારબાદ સિનિયર ડિવિઝન સિવિલ કોર્ટમાં વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૫ માં દાવા દાખલ કર્યા હતા.
ત્યારબાદ પણ પોતાનો કક્કો ખરો નહિ ઉતરતા 12 વર્ષ જેટલા લાંબા સમય બાદ કેટલીક હકીકતો છુપાવી ફરિયાદી મંદાકિની દ્વારા સ્થાનિક રહીશ ના ઈશારે વરણામા પોલીસ મથકે સૌપ્રથમ અરજી કરવામાં આવી હતી જેમાં પોલીસ સાથે સાંઠગાંઠ કરી દીવાની દાવા ની હકીકત છુપાવી પોતે કરેલા સોગંદનામા ને નજર અંદાજ કરી ખોટી ફરિયાદ દાખલ કરી હતી.
જેમાં જે તે સમયે સર્વ સંમતિથી તૈયાર કરેલા પેઢીનામા માં સહીઓ કરનાર પોતાના સગા ફુઆ મહેન્દ્રપ્રસાદ ભટ અને કાલોલના વિરેન્દ્ર મહેતાને પણ સહીઓ કરવા જેવી સામાન્ય બાબતે આરોપી બનાવી દીધેલા જે બાબતે વડોદરાની સેશન્સ કોર્ટ દ્વારા વિરેન્દ્રભાઈ મહેતાના આગોતરા જામીન નામંજૂર થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તેઓના વકીલ જીજ્ઞેશ જોશી ના માર્ગદર્શન હેઠળ એડવોકેટ વિશાલ બી મહેતા દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
મુખ્ય રજુઆત માં તથા કથિત બોગસ પેઢીનામાં બાબત ની તકરાર સિવિલ કોર્ટ માં પડતર હોવા છતાં અને પોતે આ કામે સમાધાનના સંખ્યાબંધ દસ્તાવેજો કરી આપ્યા હોવા છતાં ખોટી રીતે ફરિયાદ માં સંડોવ્યા હોવાનું જણાવેલ જેમાં જસ્ટિસ ઈલેશ જે. વોરા દ્વારા આ અરજી મંજૂર કરવામાં આવી હતી.
જોકે સમગ્ર બનાવ બાબતમાં કાલોલના વિરેન્દ્ર મેહતા કે જેઓ કાલોલની શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમજ પત્રકાર તરીકે પણ નામના ધરાવતા હોવાને કારણે વ્યવસાયિક શત્રુઓ દ્વારા તેઓની ભરપૂર બદનામી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
વધુમાં તપાસ કરનાર અધિકારી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ વિરેન્દ્ર મેહતા ને ગમે તે ભોગે પકડી પાડી જેલના હવાલે કરવાના પ્રયત્નના ભાગરૂપે લાખો રૂપિયાનો વહીવટ કરવા માટે પણ કેટલાક ઇસમો તૈયાર હોવાની ચર્ચાઓ જામી રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેઓની આગોતરા જામીન અરજી મંજૂર કરાતા વિરોધીઓના હાથ હેઠા પડ્યા છે.
કૌટુબિક વહેચણી ના વિવાદ માં આરોપી બનાવેલ કાલોલના પત્રકાર ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજુર કરાયાં.
Views 90