નડીયાદ સંતરામ મંદીરમાંથી ભીડનો લાભ લઈ નિર્દોષ નાગરિકોના ગળામાંથી નજર ચુકવી સોનાના દોરાની ચોરી કરતા ઇસમને બે સોનાની ચેઈન કિ.રૂ .૧,૧૦,૦૦૦ / -સાથે પકડી પાડતી અમદાવાદ શહેર

Views 55

નડીયાદ સંતરામ મંદીરમાંથી ભીડનો લાભ લઈ નિર્દોષ નાગરિકોના ગળામાંથી નજર ચુકવી સોનાના દોરાની ચોરી કરતા ઇસમને બે સોનાની ચેઈન કિ.રૂ .૧,૧૦,૦૦૦ / -સાથે પકડી પાડતી અમદાવાદ શહેર
, ક્રાઈમ બ્રાન્ચ . અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ . જે અનુસંધાને એન્ટી પ્રોપર્ટી સ્ક્વોડ -૧ ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એન.આર. બ્રહ્મભટ્ટ નાઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. શ્રી એન.બી.રાવળ તથા સ્કોડના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.
પો.કો. મહેન્દ્રસિંહ તથા અ.પો.કો.શીશપાલ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે … “ મહેશ દંતાણી નામનો એક ઈસમ કોઇ જગ્યાએથી નિર્દોષ નાગરીકોના ગળામાં પહેરેલ સોનાની ચેઈનો તોડી તે ચેઈનો વેચવા સારૂં પોતાના રહેણાંક મકાન મહાલક્ષ્મીનગર તરફથી આવી અમરાઈવાડી થઇ રબારી કોલોની રસ્તા તરફ ચાલતો જવાનો છે ” જે બાતમી હકીકત આધારે મહેશ સ / ઓ નગીનભાઇ દંતાણી ઉ.વ .૩૦ રહે ઓ / ૪૭ / ૦૦૪ મહાલક્ષ્મી નગર , અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાછળ અમરાઇવાડી , અમદાવાદ શહેર નાને સ્વસ્તીક ચાર રસ્તા પાસેથી તા .૦૨ / ૦૨ / ૨૦૨૨ ના કલાક ૧૪/૦૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ડી મુજબ અટક કરી તેની અંગ ઝડતીમાંથી સોનાની ચેઇન નંગ -૨ કિ.રૂ .૧,૧૦,૦૦૦ / – નો મુદ્દામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે . ઉપરોક્ત મળી આવેલ ઈસમની સઘન પુછપરછ કરતાં હકીકત જણવા મળેલ કે પોતે ગઈ તા .૧૭ / ૦૧ / ૨૦૨૧ ના રોજ નડીયાદ ખાતે આવેલ સંતરામ મંદીર ગયેલ , જ્યાં ખુબજ ભીડ એકઠી થયેલ હોય તકનો લાભ લઈ એક બહેન તથા એક પુરૂષના ગળામાંથી તે બન્ને ચેઈનો તોડી લીધેલ . 
આજ રોજ વેચવા સારૂ નિકળેલ હોવાની કબુલાત કરેલ . જે સંબધે નડીયાદ ટાઉન ખાતે ખાતરી તપાસ કરાવતા નડીયાદ ટાઉન પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૪૦૪૬૨૨૦૦૬૮/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો ડીટેક્ટ થયેલ છે . HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઈમ રિપોર્ટર જગદીશ સોલંકી,  લીના  રાવત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *