કપલનાં કંકાલની મર્ડર મીસ્ટ્રી:ગાંધીનગરના ઝૂંડાલમાંથી મળી આવેલા દંપતીના કંકાલ પરથી મળેલી વીંટીના આધારે પોલીસે તપાસ આદરી, છ ગાડીઓ રાજ્યભરના શહેરો ખૂંદી વળશે

Views 144

 

કપલનાં કંકાલની મર્ડર મીસ્ટ્રી:ગાંધીનગરના ઝૂંડાલમાંથી મળી આવેલા દંપતીના કંકાલ પરથી મળેલી વીંટીના આધારે પોલીસે તપાસ આદરી, છ ગાડીઓ રાજ્યભરના શહેરો ખૂંદી વળશે

 

                                 *  મળી આવેલી વીંટીની બનાવટ જાણવા રાજ્યના જવેલર્સની દુકાનોમાં તપાસ કરશે                                                                                                                                                                                                                                                                                                                                                                    *  વીંટી સાઉથ, દાહોદ અને સૌરાષ્ટ્રની મહિલાઓ વધુ પહેરતી હોવાનું સામે આવ્યું                                                                                                                                                                                                                                                                                                                                        

               ગાંધીનગરના અડાલજ ગામની સીમ નર્મદા કેનાલ જોગણી માતાના બ્રિજથી ઝૂંડાલ તરફ જતા રોડ પાસેના ખાડામાંથી પુરુષ-એક સ્ત્રીની હત્યા કરી લાશને સળગાવેલી દીધેલી હાલતમાં મળેલા કંકાલનો ભેદ હજી અકબંધ રહ્યો છે. આ મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર પોલીસ દિવસ રાત આકાશ પાતાળ એક કરી રહી છે. પણ હજી કોઈ કળી હાથ નહીં લાગતા પોલીસે કંકાલ પરથી મળી આવેલી વીંટીની તપાસ કરતાં મોટાભાગે આ પ્રકારની વીંટી પહેરવાનું દાહોદ, સૌરાષ્ટ્ર તેમજ સાઉથ ઈન્ડિયન મહિલાઓમાં સૌથી વધુ ચલણ હોવાનું બહાર આવ્યું છે. જેનાં પગલે આગામી દિવસોમાં ગાંધીનગર પોલીસની ટીમો છ ગાડીઓમાં રવાના થઈ રાજ્યભરના શહેરો ખૂંદી વળશે. તો સાઉથ તરફ સૌથી વધુ ફોકસ કરવામાં આવનાર છે.

                                                      દાહોદ અને સૌરાષ્ટ્રની મહિલાઓમાં આવી વીંટી પહેરવાનું વધુ ચલણ
પોલીસ દ્વારા કંકાલ પરથી મળી આવેલી ચાંદીની વીંટીની બનાવટથી માંડીને તેને પહેરવાનું ચલણ ક્યાં શહેરોમાં વધારે હોય છે તેની પણ તપાસ કરાઈ છે. જેમાં આ પ્રકારની વીંટી દાહોદ, સૌરાષ્ટ્ર તેમજ રાજપીપળાની મહિલાઓ વધુ પહેરતી હોવા ઉપરાંત સાઉથ ઈન્ડિયન મહિલાઓમાં સૌથી વધુ ચલણ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જેનાં પગલે પોલીસ ગુજરાતમાં તો વીંટીની તપાસ કરશે તદુપરાંત સાઉથમાં વધુ ફોકસ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

                                                                  અલગ અલગ ટીમો રાજ્યભરના શહેરોમાં રવાના થશે
આ અંગે ગાંધીનગર પોલીસના વિશ્વસનીય સૂત્રોએ દિવ્ય ભાસ્કર ડીજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પોલીસની અલગ અલગ ટીમો છ ગાડીઓમાં રાજયભરનાં શહેરોમાં તપાસ અર્થે રવાના થશે. એક ટીમને ત્રણેક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. આ ટીમો ગુજરાતના શહેરોમાં જઈને મીસિંગ કપલનાં રેકોર્ડ ચેક કરશે. તેમજ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ પોસ્ટરો પણ લગાવશે. કંકાલ પરથી મળી આવેલ વીંટી ચાંદીની છે.

                                                                                જ્વેલર્સની દુકાનોએ પણ તપાસ થશે
વીંટીની બનાવટ જોતાં આ પ્રકારની વીંટી સૌરાષ્ટ્ર, દાહોદ અને રાજપીપળાની મહિલાઓ વધુ પહેરતી હોવાં ઉપરાંત સૌથી વધુ સાઉથ ઈન્ડિયનમાં વધુ ચલણ જોવા મળે છે. આથી ગુજરાતના જ્વેલર્સની દુકાનોએ પણ તપાસ કરીશે. તેમજ સાઉથ તરફ વધુ ફોકસ કરવાનું પ્લાનિંગ પણ છે.

                                                       ભવિષ્યમાં કામમાં આવે તેવા સીસીટીવી ફૂટેજનો બેકઅપ સાચવી રખાશે
ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદમાંથી ઝૂંડાલ તરફ જતા રોડ પાસેના ખાડામાંથી હત્યા કરીને સળગાવી દીધેલી હાલતમાં કપલનાં કંકાલ મળી આવ્યા હતા. બંને કંકાલની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિત 60થી વધુ પોલીસ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અઢળક કેમેરા ચકાસી 35 જેટલા ફુટેજનો બેકઅપ ડેટા પણ લઈ લીધો છે. જેમાંથી ત્રણેક ફુટેજ ભવિષ્યમાં કામમાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ એ પહેલાં કંકાલની ઓળખ પ્રસ્થાપિત થવી અનિવાર્ય છે.

                                                              મીસિંગ કપલનાં પરિવારજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરાયો
અત્યાર સુધીમાં ગાંધીનગર પોલીસ દ્વારા રાજયમાં ગુમ થયેલાં મીસિંગ કપલની છેલ્લા છ મહિનાની ડિટેઇલ મંગાવી સ્ક્રુટિની શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એલસીબીની ટીમ દ્વારા મીસિંગ કપલનાં પરિવારજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરી વિગતો એકઠી કરાઈ રહી છે. જેમાં પણ હજી ફળદાયી હકીકત મળતી નથી.

                                                                                                                                                                                                         અહેવાલ – તેજાજી ચૌહાણ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *