આ ભાગદોડના યુગમાં ઘણા લોકો અકસ્માત તેમજ દુર્ઘટનામાં મૃત્યુ પામી રહ્યા છે.ઠેર ઠેર અકસ્માત સર્જાઈ રહ્યા છે.ગુજરાતમાં પણ અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે.પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં બપોરે બે અલગ અલગ અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે.નર્મદા કેનાલમાં નહાવા ગયેલા બે બાળકો અચાનક ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા.
જ્યારે મોરબીમાં ટેમ્પો ચાલક પરિવાર સાથે જઈ રહ્યો હતો ત્યારે ચાલકે પોતાનો કાબુ ગુમાવ્યો અને તેનો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.જેમાં ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બેથી ત્રણ લોકો ઘાયલ થયા હતા.ઘટના બાદ ઘાયલોને અંજાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.