ઓશિકા નીચેથી ચાવી લઇ ઘર સાફ કર્યું:રાધનપુરમાં સાસરેથી પિયર આવેલી દિકરીએ દાગીના સહિત 1.82 લાખનો મુદ્દમાલ લઇ તસ્કરો ફરાર

Views 146

 

ઓશિકા નીચેથી ચાવી લઇ ઘર સાફ કર્યું:રાધનપુરમાં સાસરેથી પિયર આવેલી દિકરીએ દાગીના સહિત 1.82 લાખનો મુદ્દમાલ લઇ તસ્કરો ફરાર

 * રાધનપુરમાં સાસરેથી પિયર આવેલી દિકરીએ દાગીના સહિત 1.82 લાખનો મુદ્દમાલ લઇ તસ્કરો ફરાર

     રાધનપુર નગરમાં આવેલી રામદેવ ટાઉનશીપ સોસાયટીનાં મકાન નં. સી-39માં ગઇકાલે તસ્કરોએ ત્રાટકીને ઘરમાં પ્રવેશીને લાકડાની તિજોરીમાંથી રૂ.1 લાખ 35 હજારનાં સોના-ચાંદીના દાગીના તથા રૂા. 10 હજારના બે મોબાઇલ તથા રૂ. 37 હજાર રોકડા મળી કુલ રૂ. 1 લાખ 82 હજારની મતાની ચોરી કરી ગયા હતા.

*પિયર આવેલી દીકરીના ઘરેણાની પણ ચોરી
આ બનાવની મળતી માહિતી મુજબ રાધનપુરનાં ગંજબજારમાં પ્લોટ નં. 71માં એકાઉન્ટનું કામ કરતાં કિરીટભાઇ ભીખાભાઇ પંચાલની દિકરી પૂનમબેન તા. 20-6-22ના રોજ સાસરીથી પીયરમાં આવ્યા હતા. ત્યારે તેઓએ પહેરેલા દાગીના સુતી વખતે દાગીના કાઢીને ઘરમાં આવેલા લાકડાનાં કબાટમાં મુક્યા હતા અને કિરીટભાઇ, તેમનાં પત્નિ, તેમની દિકરી, તેમનાં સાસુ વગેરે ઘરની બાજુની ખુલ્લી ગેલેરીમાં ખાટલા ઢાળીને સુતા હતા. જ્યારે તેમનો દિકરો આનંદ અને તેમનાં જમાઇ ભરતભાઇ મકાનના ધાબામાં સુતા હતા. ઘરમાં બંને દરવાજાને તાળુ મારેલું હતું. રાત્રે પરિવારજનો વાતો કરીને સુઇ ગયા હતા. ત્યારે કિરીટભાઇની પત્નિ ચંદ્રિકાબેનનાં ઓશિકા નીચે ચાવી રાખી હતી.

*પરિવારને સવારે જાણ થઇ
વહેલી સવારે જ્યારે દિકરી પૂનમબેને જાગીને જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો પડેલો જોતાં અંદરનાં કબાટમાં જોતાં તે પણ ખુલ્લું પડેલું હતું અને સામાન પલંગ પર વેરવિખેર પડેલો જોતાં પુનમબેને તેમનાં પિતા અને માતાને જાણ કરતાં બધા દોડી આવ્યા હતા. ચંદ્રીકાબેને તેમનાં ઓશિકા નીચે જોતાં તિજોરીની ચાવીઓ ત્યાં નહોતી પડી ઘરનાં દરવાજાને મારેલું તાળુ ગેલેરીની પાળી પર પડેલું હતું.

*પોલીસે તપાસ હાથ ધરી
તિજોરીમાં તપાસ કરતાં અંદરથી તસ્કરો રૂ. 37 હજાર 500ની કિંમતનું સોનાનું અઢી તોલાનું એક મંગળસુત્ર, રૂ. 45 હજારનો સોનાનો ત્રણ તોલાનો હાર, રૂ 15 હજારની સોનાની એક તોલાની બુટ્ટી નંગ-2, રૂ 15 હજારની સોનાની એક તોલાની લક્કી, રૂ. 15 હજારની સોનાની એક તોલાની ચેન, રૂ. 3 હજાર 500નો ચાંદીનો ઝુડો, રૂ. 4 હજારની ચાંદીની પાયલ, રૂ. 10 હજારનો મોબાઇલ તથા રૂ.37 હજારની રોકડ રકમ મળી કુલ રૂ।. 1 લાખ 82 હજારની મતાની ચોરી કરી ગયા હતા. તેઓએ આજુબાજુમાં અને ચોકીયાતને પુછતાં કોઇ જાણકારી મળી નહોતી. જેથી તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

                                                                                                                                                                                              અહેવાલ – મુરતૃજાઅલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *