આઝાદી કા અમૃત મહોત્સવ,75 કરોડ સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ બનાવવાના મહાઅભિયાનની બોરુ પ્રાથમિક શાળા માં શરુઆત

Views 53

બ્યુરો રિપોર્ટ- ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
દેશભરમાં આઝાદીની 75મી વર્ષગાંઠ આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે. 20 ફેબ્રુઆરી 2022 સુધીમાં 75 કરોડ સૂર્ય નમસ્કારનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોગામૃત ઉત્સવ માં પંચમહાલ ના કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળાના ૨૯૬ થી વધુ છાત્રો, શિક્ષક ગણ,એસ.એમ.સી. સભ્યો ભાગ લઈ રહ્યા છે.
આ યોગામૃત ઉત્સવ દ્વારા વિશ્વમાં એકતા અને સ્વાસ્થ્ય ચેતનાનો પ્રારંભ થયેલ છે. આ ઉત્સવમાં શાળાના આયોજન મુજબ 21 દિવસ સુધી દરરોજ 13 સૂર્ય નમસ્કાર કરવાનો સંકલ્પ મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી દ્વારા શપથ સમારોહ માં સી.આર.સી.કો-ઓર્ડીનેટર ચંદ્રકાંત સુથારની વિશેષ ઉપસ્થિતિમાં લેવડાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *