બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાની ઘટના અત્યંત નિંદનીય છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર બનેલી આ ઘટના કોંગ્રેસની નિમ્નકક્ષાની માનસિકતા દર્શાવે છે.
જે અંતર્ગત ગુરુવારે કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા મધવાસ ગૌષ્ણેશ્ચર મહાદેવ મંદિર ખાતે કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ તાલુકા ભાજપ ના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તથા તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર તથા કાલોલ તાલુકાના સદસ્યો સહિત અન્ય મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા મધવાસ ગૌષ્ણેશ્ચર મહાદેવ મંદિરમાં નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવ્યા અને રાહુલ ગાંધી અને સોનીયા ગાંધીને ભગવાન સદબુદ્ધિ આપે તેવા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાલોલ ભાજપા દ્વારા મહામૃત્યુંજય મંત્રના જાપ અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ને ભગવાન સદબુદ્ધિ આપેના પોસ્ટરો સાથે કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો
Views 51