સાબરમતી નદી મૃત: પ્રદૂષણ માફિયાઓ સામે કાર્યવાહીઃ હાઈકોર્ટ

Views 155

સાબરમતી નદીના પ્રદુષણ મુદ્દે HCનો આદેશ

4 ડિસે. આપેલી નોટિસ પર કાયદેસર કાર્યવાહી કરો: HC

સુએજમાં ટ્રેડ એફલૂઅન્ટ ઠાલવશે તેને છોડાશે નહીં: HC

સાબરમતી નદીમાં ગંદા પાણીના પ્રદુષણને મુદ્દે ગુજરાત હાઇકોર્ટે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને મહત્ત્વનો આદેશ આપ્યો છે. સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કરાતા પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ ગટરલાઈન (સુએઝ લાઈન) સાથે જોડાયેલા ઔદ્યોગિક એકમોના જોડાણ કાપવાનુ શરુ કરતાં, તેની સામે અરવિંદ મિલ સહિત અનેક કંપનીઓએ અરજી કરેલી.
કોમન એફલ્યુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિર્દિષ્ટ માપદંડ સિવાયનું ટ્રેડ એફલ્યુન્ટ ડિસ્ચાર્જ કરવામાં આવે છે, તેમને લઇ ગુજરાત હાઇકોર્ટે જી.પી.સી.બીને આદેશ આપ્યો છે. કે આ ગેરરિતી બંધ કરાવો. 7 CETPs ને 4 ડિસેમ્બરે આપેલી નોટિસ પર કાયદેસર કાર્યવાહી આગળ વધારવા માટે પણ હાઇકોર્ટે જી.પી.સી.બીને આદેશ આપ્યો છે. સાથે જ 14 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મરામત માટે રાજ્ય સરકાર કોર્પોરેશનને જરૂરી મદદ કરશે એવી એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી હતી.
જણાવી દઇએ કે, ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગુણવત્તા મુદ્દે GPCBએ કોર્ટમાં રજુઆત કરી હતી. આ માટે નાગપુરની નેશનલ એન્વાયર્નમેન્ટ એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મદદ લેવાશે, GPCB એ NERI (નેશનલ એન્વાર્યનમેન્ટ એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) સંસ્થાની એક ટીમ અમદાવાદના 7 CETP (કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ )ની તપાસ કરવા મદદ માંગી છે. આ સાથે જ AMC એ કોર્ટને બાંહેધરી આપી છે કે, જે એકમો સુએજમાં ટ્રેડ એફલૂઅન્ટ ઠાલવતા હશે એમને છોડવામાં નહિ આવે.
હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, અરજદારના વકીલે પણ માન્યુ છે કે, પ્રદુષિત પાણીના લીધે સાબરમતી નદી મૃત બની છે. જો કે, અરજદારનો દાવો છે કે તેમની કંપનીના લીધે આ થયું નથી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *