‘અનુપમા’માં રૂપાલી ગાંગુલીની માતાનો રોલ કરનાર પીઢ અભિનેત્રી માધવી ગોગટેનું રવિવારે નિધન થયું હતું. માધવી થોડા દિવસો પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
માધવીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તે તેમાંથી સ્વસ્થ પણ થઈ રહ્યા હતા પરંતુ અચાનક તેમની તબિયત લથડી હતી. તેમણે 21 નવેમ્બરે 58 વર્ષની વયે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
રૂપાલી ગાંગુલીએ ઓનસ્ક્રીન તેની માતાના મૃત્યુ પર એક લાગણીશીલ પોસ્ટ શેર કરી. માધવી ગોગટેની હસતી તસવીર શેર કરતા તેણે લખ્યું – ‘ઘણું અકથિત બાકી છે. સદગતિ માધવીજી. માધવીએ અગાઉ અનુપમા સિરિયલમાં અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેમની જગ્યાએ સવિતા પ્રભુને લેવામાં આવ્યા હતા.
માધવીની દોસ્ત નીલુ કોહલીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું – માધવી ગોગટે મારી પ્રિય મિત્ર ન રહી… હું વિશ્વાસ કરી શકતી નથી કે તમે અમને છોડીને જતા રહ્યા. દિલ તૂટી ગયું છે, તું હજી જવાની ઉંમરના નથી. Damn Covid. કાશ જ્યારે તમે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મેં ફોન કર્યો હોત અને તમારી સાથે વાત કરી હોત. હવે હું માત્ર અફસોસ કરી શકું છું.
માધવીએ એકતા કપૂરની સિરિયલ ‘કહીં તો હોગા’માં સુજલની માતાની ભૂમિકાથી લોકપ્રિયતા મેળવી હતી. તેમણે ‘કોઈ અપના સા’, ‘કહીં તો હોગા’, ‘ઐસા કભી સોચા ના થા’ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું.