લોખંડના તાર પર સુકવેલા કપડાં જતાં લેવા જતાં કરંટ લાગતાં આધેડનુ મોત

Views 195

કમકમાટી ભર્યુ મોત:લોખંડના તાર પર સુકવેલા કપડાં જતાં લેવા જતાં કરંટ લાગતાં આધેડનુ મોત

  • સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની ઘટના
  • મૃતકના દિકરાએ અકસ્માત મોતનો ગુનો નોંધાયો

     સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે લોખંડની તાર પર કપડાં સુકાવેલા કપડાં લેવા જતા દિવાલ ભેજના કારણે વીજકરંટ લાગતા આધેડની મોત થયું હતુ. આ અંગે મૃતકના દિકરાએ સરસ્વતી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.

     સાંપ્રાગામે રહેતા કિરીટકુમાર રમણીલાલ શાહ (ઉ.વ.57) તેઓ તેમની ૫ત્ની બન્ને એકલા રહેતા હતા તેઓ દિકરો બહાર ધંધા અર્થે રહે છે. જ્યારે શનિવારે વરસાદી વાતવરણ બન્યું છે ત્યારે કિરીટકુમાર શાહ લોખંડની તારવાડી વરગણી ઉપર કપડાં લેવા જતા વીજકરંટ લાગતાં તેઓનું કમકમાટી ભર્યુ મોત થયું હતુ.

     આ અંગે મૃતકના દિકરા દક્ષેશકુમાર કીરીટકુમાર શાહએ સરસ્વતી પોલીસ મથકે અકસ્માત મોત ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પીઆઇ આર.જી.ઉનાગરએ જણાવ્યુ હતુ કે લાશનું પીએમ કરી વાલી વારસોને સોંપી હતી.તેઓ દિવાલ સાથે લોખંડ ખીલાથી વરગણી બાંધી હતી તે દિવાલ વરસાદી વાતાવરણના કારણે ભેજ ઉતર્યો હોવાથી વીજ કરંટ લાગતા આધેડનુ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.

                                                                                                                                                                       અહેવાલ – મુરતૃજાઆલી સૈયદ   

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *