લોકડાઉનમાં પરિવારની આર્થિક તંગી દૂર કરવા ત્રણ મહિલાઓએ શરૂ કરી ચંપલની ફેક્ટરી

Views 126

 કોરોનાને પગલે ચાલતા લોકડાઉનમાં પરિવાર સમક્ષ આર્થિક સમસ્યા ઊભી થઈ ગઈ, તો ગામ મોહમદપુરિયામાં 3 મહિલાઓએ સ્વયં સહાયતા ગ્રુપ બનાવીને પોતે જ રોજગાર શરૂ કરી દીધો.

                     મહિલાઓએ ગામમાં ચંપલ બનાવવા માટે એક લઘુ ઉદ્યોગ સ્થાપિત કર્યો. હરિયાણા ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગામની નિર્મલા દેવી, તારા દેવી અને સંજૂ રાનીએ ભેગા મળીને સરકારી યોજનામાંથી દોઢ લાખ રૂપિયાની લોન લીધી અને ગામમાં જ ચંપલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી. આ ફેક્ટરીમાં ત્રણ જ મહિલાઓ કામ કરે છે. આ મહિલાઓ દિલ્હીથી કાચો માલ મંગાવે છે અને પછી તે કાચા માલમાંથી કટિંગ કરીને ચંપલ બનાવવાનું કામ પણ તેઓ જાતે જ કરે છે.


મહિલાઓને હરિયાણા ગ્રામીણ આજીવિક મિશન અંતર્ગત 2 દિવસનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું. સંજૂ રાનીએ જણાવ્યું કે, તેમણે એમ. કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને ગામ મોહમદપુરિયામાં સ્વદેશી ચંપલ ફેક્ટરી નામથી તેમણે લઘુ ઉદ્યોગની સ્થાપના કરી છે. તેમણે જણાવ્યું કે, ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગામમાં એક ફેક્ટરી ખોલી છે, જેમાં ગામની જ ત્રણ મહિલાઓ મળીને કામ કરી રહી છે. આ ફેક્ટરીને સ્થાપિત કરવા માટે રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તેમણે સરકારી યોજનામાંથી દોઢ લાખ રૂપિયાની લોન લીધી છે. જેમાંથી તેમણે ચંપલ બનાવવા માટે મશીન અને કાચા માલની ખરીદી કરી છે.

તેમણે જણાવ્યું કે, ચંપલ બનાવ્યા બાદ તેમના પરિવારની એક વ્યક્તિ જુદા-જુદા ગામોમાં જઈને ચંપલ માટે ઓર્ડર લે છે અને ગામની દુકાનોમાં તે ચંપલને સપ્લાય કરે છે. જેને કારણે હવે મહિલાઓને સારો રોજગાર મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, અન્ય મહિલાઓએ પણ આ રીતે રોજગાર અપનાવવો જોઈએ.

તારા દેવી અને નિર્મલા દેવીએ જણાવ્યું કે, તેમણે હિસારના ગામ જાખોડમાંથી ચંપલ બનાવવાની ટ્રેનિંગ લીધી અને સરકાર પાસેથી લોન લીધી. તેમણે જણાવ્યું કે, તેમણે 1 એપ્રિલથી જ આ ફેક્ટરી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, ખૂબ જ સારું કામ ચાલી રહ્યું છે અને આવક પણ સારી થઈ રહી છે. નિર્મલા દેવીએ જણાવ્યું કે, પહેલા તેઓ એકદમ ફ્રી બેસી રહેતા હતા, પરંતુ હવે કામ શરૂ કરવાને કારણે તેમના સમયનો સદુપયોગ થઈ રહ્યો છે અને બે પૈસાની આવક પણ થઈ રહી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *