પુત્રવધૂ પર નજર બગાડી:નારણપુરા વિસ્તારમાં રહેતા સસરાએ કહ્યું, તું બહુ સુંદર લાગે છે એમ કહી પુત્રવધૂ સાથે દુષ્કર્મ કર્યું.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. આ મામલે ભોગ બનેલ પરિણીતાએ નારણપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેંને લઈને પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ ચાલુ કરી છે.પતિ અને સાસુ જયારે બહાર હતા ત્યારે રસોઈ બનાવી રહેલી પોતાની પુત્રવધૂ પાસે સસરા પહોંચીને કહ્યું, તું બહુ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે, તું થાકી ગઈ હશે તો હોલમાં આવીને મારી પાસે બેસ. એમ બોલીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી દીધી અને તેને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે, તેના લગ્ન પછી તેના સાસુ સસરા સાથે નાની મોટી વાતે ઘર કંકાસ થતો હતો. પરંતુ તે બધું સહન કરતી હતી. મહિલા જ્યારથી સાસરીમાં આવી ત્યારથી જ તેના સસરા મહિલા પર ખરાબ નિયત રાખતા હતા. અને જ્યારે પણ મહિલા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરા ખરાબ નિયત રાખીને તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. એક દિવસ જયારે તેના પતિ અને સાસુ નોકરી ગયા હતા ત્યારે તેના સસરા રસોડામાં રસોઈ બનાવી રહેલ પુત્રવધુ પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તુ બહુ જ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે અને તું થાકી ગઈ હોય તો હોલમાં આવીને મારી પાસે બેસ. આવું કહીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી દીધી હતી. ત્યારે મહિલા પોતાના બેડરૂમમાં જતી રહી હતી પણ હવસમાં ભાન ભૂલેલા તેના સસરા પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેની સાથે શારીરિક અડપલા કરવા જતા મહિલાએ તેને એક તમાચો મારી દીધો હતો. ત્યારે તેના સસરાએ મહિલાનું મોઢું હાથથી દબાવી દીધું હતું અને ધમકી આપી હતી કે, તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશ એવું કહીને તેના સસરાએ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ વાતની જાણ મહિલાએ પોતાની સાસુને કહી પણ તેઓએ તેની વાત સાંભળી ન હતી. અને તેની સાથે મારઝૂડ કરી હતી અને ધમકી આપી હતી. તેના પતિએ પણ મહિલાની વાત પર વિશ્વાસ કર્યો ન હતો. ત્યારપછી પણ તેના સસરા તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. એટલું જ નહીં સાસુએ તેની સાથે કામકાજ બાબતે બોલાચાલી કરીને મારઝૂડ કરી હતી અને ધમકી આપી હતી કે, તું કોઈને કહીશ તો કોઈ મને કઈ કરીને નહીં લે. આમ અંતે કંટાળીને મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી