પંચમહાલ:-જીતપુરા ગામમાં રવિવાર ના રાત્રે અજાણ્યા ચોરોએ ઘુસી કુલ રૂ.૪૭,૫૦૦/-ની ચોરી કરી
ગોધરા તાલુકાના જીતપુરા ગામના જયદીપસિંહ વિક્રમસિંહ સોલંકી પોતાની પત્ની સાથે ઘરને તાળું મારીને તા.૧૮/૯/૨૦ ના રોજ કોઈ કામ કાજ અર્થે પોતાના પુત્ર ના ઘરે જે મકરપુરા વડોદરા રહે છે ત્યાં ગયા હતાં ત્યારે તેમના ભાણા જયરાજસિંહ દ્વારા સોમવારે સવારે ફોન કરીને જણાવ્યું હતું કે ઘરનું તાળું તૂટેલ છે.ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે ઘરે આવી અંદર જતાં તિજોરી અને કબાટ તોડી નાંખી તિજોરી માં મુકેલા ૨૦,૦૦૦/- રોકડા તથા સોના ચાંદીનાના અલગ અલગ પ્રકારના દાગીનાની કુલ કિંમત રૂ.૨૭,૫૦૦/-કુલ મળી રૂપિયા ૪૭,૫૦૦/-ની ચોરી કરી આ અજાણ્યા ઈસમો ભાગી ગયેલ છે.આ અગાઉ એક દિવસ પહેલા પણ તેમના ગામના નિરંજન ચંદનસિંહ લાકોડ ના ઘરે ચોરી થઈ હતી.તેથી વેજલપુર પોલીસે આ ચોરીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-જીતપુરા ગામમાં રવિવાર ના રાત્રે અજાણ્યા ચોરોએ ઘુસી કુલ રૂ.૪૭,૫૦૦/-ની ચોરી કરી
Views 78