પંચમહાલ જિલ્લા ના  હાલોલ નગરમાં ગોધરા રોડ પર આવેલી દુર્ગા કોમ્પ્લેક્સ F/202 ના પહેલા માળ ના મકાનનું તાળુ તોડી 90,000 હજાર રૂપિયાની થઈ ચોરી.

Views 67

પંચમહાલ જિલ્લા ના  હાલોલ નગરમાં ગોધરા રોડ પર આવેલી દુર્ગા કોમ્પ્લેક્સ F/202 ના પહેલા માળ ના મકાનનું તાળુ તોડી 90,000 હજાર રૂપિયાની થઈ ચોરી.
પ્રાપ્ત માહિતી મુજબ દુર્ગા કોમ્પ્લેકસમાં રહેતા મહેન્દ્ર કુમાર ઉકચંદ ભાઈ શાહ પોતાના મકાન F/102 મા રહેતા હતા. અને બીજા તેમના બે મકાન F/101 અને F/202 પણ આવેલા છે. અને તેમનું ઘરવખરી નો સામાન અને સોના ચાંદીના દાગીના ની તિજોરી મકાન નંબર F/202 મા રાખેલ હતા . ગઈકાલે રાતે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેમના મકાન F/202 નું મકાનનું તાળું નકુચા સાથે તોડી અને દરવાજો ખોલી ને અંદર મૂકેલી તિજોરીનુ પણ તાળુ તોડી તેમાં મૂકેલા સોના ચાંદીના દાગીના જે નીચે પ્રમાણે છે જે ચોરી થયેલ છે.
1. સોનાના બે બ્રેસલેટ આશરે બે તોલા ના.
2. સોનાની બે ચેન બે તોલાની.
3. ચાંદીનું આશરે 150 ગ્રામ નુ બ્રેસલેટ એક
4. સોનાની ચાર વીંટીઓ આશરે એક તોલાની.
જે તમામ સોના-ચાંદીના દાગીના આશરે કિંમત 80,000 રૂપિયા તથા રોકડા રૂપિયા 10,000 મળીને કુલ 90,000 રૂપિયાની ચોરી કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયેલ છે તેવી ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવા માં આવી. અને આગળની કાર્યવાહી હાલોલ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *