પંચમહાલ:-કાલોલ માં ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ગણપતિ મહોત્સવમાં પણ નિરસતા દેખાઈ
છેલ્લા ઘણા સમયથી કાલોલ શહેર માં ગણપતિ મહોત્સવ અલગ અલગ યુવક મંડળો દ્વારા દરવર્ષે ધામ ધૂમથી ઊજવાવમાં આવે છે.પરન્તુ આ વર્ષે કોરોના મહામાંરીના કારણે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ હોવાને કારણે આ વખતે પોતાના ઘરમાં ,ઓફિસમાં,મંદિરમાં ઈકો ફ્રેન્ડલી અને માટીના ગણપતિ દાદાની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી.ત્યારે કાલોલના કાછીયાવાળ માં યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ દાદાની મનમોહક મૂર્તિની સ્થાપના ફળીયામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવી છે. અને શનિવારે સાંજે ગણપતિ દાદાને વિવધ જાતના ફળો નો મનોરથ ધરાવાયો હતો.ફળિયાના ભક્તો દ્વારા સોશિઅલ ડિસ્ટન્સનું પાલન કરીને દર્શનનો લાભ લીધો હતો.દર વર્ષ આ યુવક મંડળ દ્વારા ભવ્ય રીતે ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે અને દાદાને અન્નકૂટ ધરાવવામાં આવે છે પરંતુ વર્ષે સરકારની ગાઈડ લાઈન મુજબ ઉત્સવો ઉજવવાના હોવાથી ચાલુ વર્ષે ના ગણપતિ મહોત્સવમાં દર વર્ષ જેવો માહોલ જોવા મળતો નથી.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ
પંચમહાલ:-કાલોલ માં ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ગણપતિ મહોત્સવમાં પણ નિરસતા દેખાઈ
Views 58