પંચમહાલ જિલ્લામાં શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત જિલ્લાકક્ષાનો પર્યાવરણ પ્રયોગશાળાનો વર્કશોપ શહેરા તાલુકાની બોડીદ્રા ખુર્દ પ્રાથમિક શાળા ખાતે આજરોજ કરવામાં આવ્યો. આ વર્કશોપમાં સિનિયર લેકચરર ઉમેશભાઈ ચૌહાણએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પર્યાવરણ પ્રેમી નિવૃત ડાયટ સિનિયર લેક્ચરર સી.એન.બારીયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. નીતિન થોરાતએ વિવિધ કલમો અને વૃક્ષો વિશે માર્ગદર્શન આપ્યું હતું. CRC ખોજલવાસા જયપાલસિંહ બારીઆ, CRC દલવાડા લલિતભાઈ બારોટ તથા પ્રયોગશાળાના શિક્ષકશ્રી, આચાર્યશ્રી તથા HTAT શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમાર દ્વારા પર્યાવરણ પ્રયોગશાળાની સંકલ્પના અને તેના ઉદ્દેશો, સેન્દ્રીય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો, તેના લાભ અને ગેરલાભ, વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રેમી બનાવવા, ગ્લોબલ વોર્મિંગથી થતા નુકસાન બાબતે પર્યાવરણ દ્વારા ઉકેલ લાવવો, પ્રદૂષણની પરિસ્થિતિમાંથી બહાર આવવા પર્યાવરણ આપણને કેટલું ઉપયોગી છે ?, હાલના સંઘર્ષમય તેમજ હરીફાઈમાં ટકી રહેવા કૃષિ ક્ષેત્રે તેમજ પશુપાલન દ્વારા જીવનનિર્વાહ કરવો, અભ્યાસોતર પ્રવૃત્તિઓ તેમજ અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિ પર્યાવરણ દ્વારા સમજાવી, સ્વસ્થ જમીનની રચના, તમામ શાળાઓ અને ગામડાઓમાં વૃક્ષારોપણ, તમામ પર્યાવરણ પ્રયોગશાળામાં ઔષધીય બાગની રચના કરવી, જરૂરિયાત મુજબ માટીપુરાણ, બાગાયત કામ, શાકભાજીનો બગીચો કરવો, કમ્પોઝ ખાડા તૈયાર કરવા, વિવિધ વિસ્તારોની મુલાકાત લેવી, સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવી અને પર્યાવરણ પ્રત્યે વિવિધ પ્રવૃત્તિઓનું વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું. આગામી દિવસોમાં તાલુકાની તમામ શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળા વિકસાવીને વિદ્યાર્થીઓને પર્યાવરણનું જતન અને MDM અંતર્ગત આપવામાં આવતા ભોજન માટે શાળામાં જ કિચન ગાર્ડન તૈયાર કરી તાજી શાકભાજી આપવી.આર્થિક ઉપાજન, વર્મી કંપોસ્ટ ખાતર, છોડને કલમ કરવી, નર્સરી, શાકભાજી, ઔષધીય છોડ, વૃક્ષારોપણ, વિવિધ ઔષધીય વેલાઓનો ઉછેર તથા ટેરેસ નર્સરી, પર્યાવરણનું જતન, ઓર્ગેનિક ખેતી, સરગવાના છોડનું વિશેષ મહત્વ તથા વિવિધ વિસ્તારોની મુલાકાત વગેરે મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને સરગવાની સિંગો વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ ઉપયોગ શાળા કક્ષાએ થાય તે માટે પણ એક સંકલ્પ લેવામાં આવ્યો છે. તમામ પર્યાવરણ પ્રેમી શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. છેલ્લે રાષ્ટ્ગીત ગાઈને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
ડૉ. કલ્પેશ પરમારે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તમામ શાળાઓમાં કિચન ગાર્ડન, ઔષધીય બાગ, નર્સરી, કમ્પોસ્ટ ખાતર અને પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ શાળાઓનું નિર્માણ કરવાનો અમારો એક સંકલ્પ છે.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત જિલ્લાકક્ષાનો પર્યાવરણ પ્રયોગશાળાનો વર્કશોપ શહેરા તાલુકાની બોડીદ્રા ખુર્દ પ્રાથમિક શાળા ખાતે આજરોજ કરવામાં આવ્યો
Views 63