પંચમહાલ જિલ્લાના ચલાલી ગામે શ્રી રામ જન્મભૂમિ મંદિર ના નિર્માણ અવસરે અને ભૂમિપૂજનની ખુશીમાં ગામના યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે અને બધાજ યુવાનો દ્રારા ભાગવા રંગ ધારણ કરવામાં આવ્યો છે અને દિવાળી નો તેહવાર હોઈ તેવી રીતે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી અને એક બીજાને ગળે મળી ને બધાજ મિત્રો એ શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખાસ વાત તમને હું જણાવી દઉં કે જ્યારે અયોધ્યા મા ભૂમિ પૂજન થયું તેજ સમય પર ચલાલી માં પણ નવું રામ મંદિર બનાવવામાં માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે ચલાલી ગામની ગોમા નદી ના કિનારે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર છે તેમની પાછળ ની સાઈડ હનુમાનજી મંદિર આવેલું છે તેની બિલકુલ બાજુમાં શ્રી રામ મંદિર નું નવ નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે .
આજે સમગ્ર દેશ આનંદિત છે, દરેકનું મન દીપમય છે. આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓની પ્રતીક્ષા આજે સમાપ્ત થઇ છે. કરોડો લોકોને આજે વિશ્વાસ થઇ રહ્યો નહિ હોય કે તેઓ જીવતે જીવ આ પાવન અવસરને જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભું થવું સદીઓથી ચાલી રહેલ આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ છે અને તે ખુશી મા પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના ચલાલી ગામમાં યુવાનો દેશ સાથે 500 થી વધુ વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ મંદિર ના નિર્માણ અવસરે અને ભૂમિપૂજનની ખુશીમાં ચલાલી ગામના યુવાનો દ્વારા પંચરંગી રંગો અને ભગવા રંગની ધજાઓ ફરકતી જોવા મળી અને ફૂલો થી શ્રી રામ ના નામની રંગોળી પુરવામાં આવી અને સાથે સામ સામે મીઠાઈ ખવડાવી ગળે ભેટ્યા હતા અને તેમના મા ભાઈચારો જોવાં મળ્યો હતો . આમ સાચા અર્થમાં ચલાલી ગામના યુવાનો માં શ્રી રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા-ભાવ અને ખુશીનો માહોલ જોવા મળ્યો ઉત્સાહ બધામાં દેખાઈ રહ્યો હતો.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ચલાલી ગામે શ્રી રામ જન્મભૂમિ મંદિર ના નિર્માણ અવસરે અને ભૂમિપૂજનની ખુશીમાં ગામના યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે
Views 63