પંચમહાલ:- ખડકી ટોલનાકા પાસેથી ૧,૫૫,૪૪૦/-ના મુદ્દામાલ સાથે ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી વેજલપુર પોલીસ

Views 69

પંચમહાલ:- ખડકી ટોલનાકા પાસેથી ૧,૫૫,૪૪૦/-ના મુદ્દામાલ સાથે ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી વેજલપુર પોલીસ
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબે આપેલી સૂચના મુજબ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ પંચમહાલ ગોધરા નાઓએ પંચમહાલ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ ને અંકુશમાં લાવી દારૂની પ્રવૃત્તિ રોકવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ રોકવા માટે કામગીરી કરવા માટેની જરૂરી સૂચના આપેલ હતી.જેના આધારે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.એ.રાઠોડ હાલોલ તથા સી.પી. આઈ ગોધરાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઈ એન.એમ.રાવત સ્થાનિક પોલીસ ની ટીમ બનાવી ચોક્ક્સ બાતમી હકીકત ના આધારે કાલોલ-વેજલપુર વચ્ચે આવેલ ખડકી ટોલ નાકા પાસે વોચ રાખી એક ઈસમ તથા અતુલ શક્તિ થ્રિ વિહલર છકડામાં ભરેલ ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂના કવાંટરિયા કુલ નંગ -૫૨૮ કિંમત રૂ.૫૫,૪૪૦/- તેમજ અતુલ શક્તિ થ્રિ વિહલર છકડાની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- કુલ મળી કિંમત રૂ.૧,૫૫,૪૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી કમલેશ S/O નગરસિંહ માલજી બીલવાલ ઉમર- ૨૭ વર્ષ અને મડલીબડી તા-જી-જામ્બુઆ રાજ્ય મધ્યપ્રદેશ ના ગુનેગાર વિરુદ્ધ વેજલપુર પોલિસ સ્ટેશન માં પ્રોહી એક્ટ કલમ-૬૫એ,૬૫ઈ,૯૮(૨)મુજબ નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આમ વેજલપુર પોલીસ સ્ટેશન ના પો.સ.ઈ એમ.એન.રાવત દ્વારા પ્રશસનિય કામગીરી કરવામાં આવી.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *