પંચમહાલ:-કાલોલ પોલીસ દ્ધારા ગેરકાયદેસર રેતીનું હેરાફેરી કરતું ટ્રેક્ટર પકડી ખાન ખનીજ વિભાગ ને સોંપ્યુ

Views 64

પંચમહાલ:-કાલોલ પોલીસ દ્ધારા ગેરકાયદેસર રેતીનું હેરાફેરી કરતું ટ્રેક્ટર પકડી ખાન ખનીજ વિભાગ ને સોંપ્યુ
કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પો.સ.ઈ એલ.એ. પરમાર મલાવ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મલાવ રોડ ઉપર અલવા ગામ પાસે નંબર પ્લેટ વગરનું રેતી ભરેલું ટ્રેક્ટર જોતા અટકાવી રેતી બાબતે પાસ પરમીટ માંગતા ટ્રેક્ટર ચાલક પાસ પરમીટ રજૂ કરી શક્યો ન હતો અને પોલીસે તેની પૂછપરછ કરતા આ રેતી સગનપુરા ગામેથી નદીના પટમાંથી મજૂરો મારફતે ભરાવી કાટડીયા ગામે વિજય ભાઈ ના બનતા મકાન માં નાખવા માટે લઈ જતો હતો તથા ટ્રેક્ટર માલિકનું નામ માધવસિંહ મંગળ સિંહ પરમાર રહેવાસી સગનપુરા તાલુકો કાલોલ ના હોવાનું જાણવા મળ્યું હતું.કાલોલ પોલીસે રેતી ભરેલા ટ્રેકટર નું વજન કરાવતા ૪૩૦૦ જેટલું વજન થયું હતું. કાલોલ પોલીસે રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર રીતે નદીમાંથી રેતીનું ખનન કરી હેરફેર કરનાર ટ્રેકટર ચાલક નું ટ્રેકટર પોલીસ સ્ટેશનમાં મુકાવી દંડાત્મક કાર્યવાહી કરવા માટે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ને રિપોર્ટ કરતા ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *