પંચમહાલ:-કાલોલ શહેરમાં નાયબ કલેક્ટરે બેઠક યોજી..જીતશે કાલોલ..હારશે કોરોનાનું સૂત્ર …આપ્યું
હાલની પરિસ્થિતિ ને લઈને ગઈ કાલે નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી સકસેના ની ઉપસ્થિતિમાં કાલોલના કોમ્યુનિટી હોલમાં નગરપાલિકાના કોર્પોરેટર તથા અલગ અલગ સમાજના આગેવાનો ની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાલોલ માં ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વધતા જતા કોરોના ના કેસો ને ધ્યાનમાં લઈ બેઠક યોજાઈ
જેમાં તેમને કોરોના ની સામે લડત આપવા માટે જીતશે કાલોલ…હારશે કોરોના નું સૂત્ર આપી કાલોલ નગર ને કોરોના મુક્ત કરવા માટે વહિવટી તંત્ર કમર કસવા કહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી જીવલેણ કોરોનાને ડામવા ખડે પગે કામગીરી કરતા વહીવટીતંત્ર દ્વારા તારીખ બીજી સપ્ટેમ્બરથી સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાલોલ નગરને કોરોના મુક્ત કરવાના અભિયાનમાં નગરના જાગૃત નાગરિક તરીકે આપડે સૌ સહયોગી બનીએ તે અત્યંત જરૂરી છે. જેથી આપડા વિસ્તારમાં આવતા કર્મચારી/અધિકારીશ્રીઓને પૂરો સહયોગ આપીએ.વહીવટી તંત્ર દ્વારા એન્ટીજન ટેસ્ટ ની સુવિધા છે કે સુવિધાનો લાભ લઈને કોરોના નો ટેસ્ટ કરાવી સુપર સપ્રેડર એટલે કે લારી વાળાઓ ,ફ્રુટવાળા શાકભાજીવાળા ઓ કારીગરો અને નાના મોટા વેપારીઓ નો મહત્તમ કોરોના ટેસ્ટ કરાવવામાં આવે . કોરોના સામેની લડત આપડા સૌની છે અને સૌ સાથે મળીને લડીશુ અને સફળ થઈશુ એવો આશાવાદ વ્યક્ત કર્યો.
HBN TV NEWS ની અપીલ આપણે સૌ જાગૃત નાગરિકો આ કોરોનાની લડાઈમાં સાથ અને સહકાર આપીએ
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-કાલોલ શહેરમાં નાયબ કલેક્ટરે બેઠક યોજી..જીતશે કાલોલ..હારશે કોરોનાનું સૂત્ર …આપ્યું
Views 68