પંચમહાલજિલ્લાના હાલોલ ના વિટોજ ગામે પાસ પરમીટ વગર ખુલ્લામાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરે તેવી પાકી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ રેડ કરતા 1,46,100 રૂપિયા નો મુદ્દામાલ ઝડપાયો.

Views 66

પંચમહાલજિલ્લાના હાલોલ ના વિટોજ ગામે પાસ પરમીટ વગર ખુલ્લામાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરે તેવી પાકી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ રેડ કરતા 1,46,100 રૂપિયા નો મુદ્દામાલ ઝડપાયો.
પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ પોલીસ ને પાકી બાતમી મળી હતી મુવાડી તથા જીતપુરા ( વિટોજ) ગામની સીમમાં ખુલ્લામાં સ્મશાન પાસે એક સફેદ કલરની મહિન્દ્ર મેક્ષ ફોર વિલર ગાડી નંબર G.J.18AB 0289 માં ભારતીય બનાવટનો પર પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી રહેલ છે જે આધારે હાલોલ રૂરલ પોલીસે બે પંચોના માણસો ને સાથે રાખી ચોક્કસ બાતમી ની વાળી જગ્યાએ જતા અને દૂરથી પોલીસની ગાડી ને જોતા બે ઈસમો ભાગવા લાગ્યા. જેમાંથી એક ઈસમની ઓળખાણ થઇ જેનું નામ કિરણભાઈ ઉફે જોન્ટી પ્રભાતભાઈ પરમાર હતું તે રહે વીટોજ ગામના હતા. અને બીજો ઈસમ રાત્રિના સમયે અંધારાનો લાભ લઇ ભાગી ગયો. પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યાએ પડેલી ફોરવીલર ગાડી ની અંદર તેની પાછળની સીટમાં જોતા પ્લાસ્ટિક ના મિણિયા થેલાઓમાં જોતા ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ ની બોટલ નંગ 60 ની કુલ કિંમત રૂપિયા 26,100/- અને ફોરવીલર ગાડીની આશરે કિંમત રૂ 1,20,000/- આમ ટોટલ કુલ કિંમત રૂપિયા 1,46,100/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હાલોલ રૂરલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *