પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા , સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ . લીના પાટીલ સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઈન્સ્પેકટર શ્રી ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ગોઘરા નાઓને બાતમી હકીકત મળેલ કે ( ૧ ) અરબાઝ તૈયબ ચાનકી રહે . વાલી ફળીયા નં . ર ચોકી નં . ૬ પાસે ગોધરા નાનો તેના કબજા હેઠળની એક કાળા કલરની પેશન પ્રો મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ એ.એ. ૭૧૫૪ ની લઇ ગોધરા સાવલીવાડ હુસેની ચોક કુબા મજીદની બાજુમાં આવેલ ચાની લારી પાસે ઉભેલ છે અને તેની સાથે ( ૨ ) સલમાન ઇલ્યાસ મુલ્લા રહે . વચલા ઓઢા ગોધરા ( ) ફેઝાન મહેબુબ નાઝી રહે . વચલા ઓઢા ગોધરા ( ૪ ) કેસલ મોહમંદ સુમુલી રહે.પોલન બજાર વાલી ફળીયા નં . ૩ ગોધરા નાઓ હાજર છે અને આ ચારેય ઇસમો પાસે મોબાઇલ ફોનો છે અને તેઓ ચારેય ઇસમો આજુ બાજુની વ્યકિતઓને બોલાવી મોબાઇલ ફોન બતાવી વેચવાની પેરવી કરી રહેલા છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે હુસેની ચોકમાં ખાનગી વોચ ગોઠવી બાતમી મુજબના કુલ- ૪ ઇસમોને કુલ- ૫ મોબાઇલ ફોન કિ.રૂ .૪૦,૫૦૦ / – તથા મોટર સાયકલ કિ.રૂ. ૩૦,૦૦૦ / – એમ મળી કુલ રૂ . ૭૦,૫૦૦ / નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત ચારેય ઇસમોની તેઓની પાસેથી મળી આવેલ જુદી જુદી કંપનીના કુલ- પ મોબાઇલ ફોન તથા મોટર સાયકલ સંબધે ધનિષ્ઠ પુછપરછ કરતા આ ચારેય ઇસમોએ છેલ્લા એકાદ મહીનાની અંદર જુદા જુદા સમય અંતરે ગોધરા શહેરમાં હુસેની મજીદ પાસે , યોગેશ્વર સોસાયટીના રસ્તા ઉપર , જી.ઇ.બી . કોલોની લીલેસરા ચોકડી પાસે , ગોદ્રા મોટી મજીદ નજીકમાં રસ્તા ઉપર ચાલતા જતા ઇસમો તેઓના મોબાઇલ ફોનથી વાત કરતા તેવો મોકો જોઇ ઉપરોકત ઇસમો મોટર સાયકલ ઉપર બેસી આવી ચાલુ મોટર સાયકલ ચાલતા ઇસમોના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ ચોરી કરી નાસી ગયેલા કબુલાત કરેલ છે . જે અંગે તપાસ કરતા ( ૧ ) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૦૧૦૭૪/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ એ ( ૩ ) , ૧૧૪ મુજબ ( ૨ ) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૦૧૦૭૭/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ એ ( ૩ ) , ૧૧૪ મુજબ ( ૩ ) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૧૨૦૭૦૨૫૨૦૧૪૧૧ / ૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ એ ( ૩ ) , ૧૧૪ મુજબના ચીલઝડપ ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છે .
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
ગોધરા એલ સી બી પોલીસે ચાર ઈસમોને મોબાઇલ અને મોટર સાયકલ મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે
Views 59