નવસારી નજીક અકસ્માતમાં 10ના મોત, અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

Views 51

ગુજરાતના નવસારીમાં થયેલ સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે : અમિત શાહ

ગુજરાતમાં વર્ષના છેલ્લા દિવસે જ નવસારીમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ ઘટના નવસારીના વેસ્મા ગામ નજીક બની હતી. આ ઘટનામાં કુંલ 10 વ્યક્તિના મોતના સમાચાર મળ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ અકસ્માત પર ટ્વિટ કરીને તેમની સંવેદના પણ વ્યક્ત કરી હતી. આ ગંભીર અકસ્માત આજે વહેલી સવારે બન્યો હતો. એક ફોરચ્યુનર કારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પરથી ટપીને સીધી જ એક પ્રાઈવેટ લક્ઝરી બસ સાથે ટકરાઈ ગઈ હતી. આ ઘટના એટલી ભયંકર હતી કે કારનો બુક્ડો બોલી ગયો હતો. આ લક્ઝરી બસ અમદાવાદથી શતાબ્દી મહોત્સવ જોઇને વલસાડ રીર્ટન આવી રહી હતી. કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા જે ભરુચની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.ઘટનાની જાણ થતા જ નજીકના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

અમિત શાહે ટ્વિટ કરી વ્યક્ત કરી સંવેદના
નવસારી નજીક ગંભીર અકસ્માતમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો હતો. અમિત શાહે ટ્વિટ કરી લખ્યુ હતું કે ગુજરાતના નવસારીમાં થયેલ સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું

ચાલકને જોકુ આવ્યુને બની દુર્ઘટના
સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ આજે વહેલી સવારે નવસારીના વેસ્મા ગામ નેશનલ હાઈવે નંબર 48 પર એક ફોરચ્યુનર કારના ચાલકને જોકુ આવી જતા અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના એટલી ભયાનક હતી કે 7 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. ફોરચ્યુનર કાર બેકાબુ બની ગઈ હતી અને સીધી જ એક લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારનો કુરચો થઈ ગયો હતો. અકસ્માતની વધુ વિગત મુજબ આ ફોરચ્યુનર કાર વલસાડથી ભરુચ જતી હતી અને તેના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અમદાવાદથી ભરુચ તરફ જતી ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. 

અકસ્માતમાં કુલ 10 વ્યક્તિના મોત થયા
આ ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિના મોત થયા હતા જ્યારે ઈજાગ્રસ્ત લોકોને નજીકની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ ગંભીર અકસ્માતમાં બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમા તેનું મોત થયુ હતું. અકસ્માતમાં બસમાં સવાર અદાંજીત 30 લોકોને ઈજાઓ થઈ હતી જેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરાયા હતા. આ ઘટનાની જાણ જિલ્લા તંત્ર તેમજ પોલીસ તંત્રએ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલાકિક કાર્યવાહી કરી હતી. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *