દિલિપ જોશીના ઘરે શુભ પ્રસંગ
11 ડિસેમ્બરે યોજાશે દીકરી નિયતિ જોશીના લગ્ન
મુંબઈની તાજ હોટલમાં યોજાશે સમારોહ
મળતી માહિતિ અનુસાર ટીવી એક્ટર દિલીપ જોશીની દીકરી નિયતિ જોશીના લગ્ન 11 ડિસેમ્બરે યોજાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતિ એવી પણ છે કે નિયતિ જોશી એક NRI સાથે લગ્ન કરવાની છે.

મુંબઈની તાજ હોટલમાં યોજાશે સમારોહ
દિલીપ જોશીને રિત્વિક જોશી અને નિયતિ જોશી એમ બે બાળકો છે. રિપોર્ટ્સ પ્રમાણે હાલ તેઓ દીકરીને પરણાવવાની તૈયારીમાં લાગેલા છે. નિયતિ જોશીના લગ્ન કોઈ એનઆરઆઈ સાથે થવાના છે અને લગ્નનું આયોજન 11 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે. મળેલી જાણકારી અનુસાર, આ લગ્ન કોઇ ગ્રાન્ડ વેડિંગથી ઓછા નહીં હોય. મુંબઇની તાજ હોટલમાં આ સમારોહ યોજાશે અને દિલીપ જોશી પોતે જ તમામ વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.

તારક મહેતાના હાઈએસ્ટ પેઈડ એક્ટર છે દિલિપ જોશી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જેઠાલાલથી લઈને બબિતા સુધીના દરેક પાત્રો દર્શકો ફેવરિટ છે. તેમાંથી સૌથી વધારે ગમતું કોઈ પાત્ર હોય તો તે છે જેઠાલાલ. જેઠાલાલનુ રિયલ નામ દિલીપ જોશી છે અને સીરિયલના તેઓ હાઈએસ્ટ પેઈડ એક્ટર છે.
તારક મહેતાની ટીમના આ વ્યક્તિ નહીં રહે હાજર
દિલીપ જોશી લાકડી દીકરીના લગ્ન ધામધૂમથી કરવાના છે. મુંબઈની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં ફંક્શન યોજાવવાનું છે. જેમાં દિશા વાકાણી સહિત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમને આમંત્રિત કરવામાં આવી છે. અન્ય કો-એક્ટર્સ તો ઉપસ્થિત રહેશે પરંતુ દિશા વાકાણી લગ્નમાં હાજરી આપવાની નથી.